Featured|દેશદેશ

ભાજપ સુરજેવાલા સામે પોલીસ ફરિયાદ કરશે

પુલવામા ઘટના બાદ કોંગ્રેસનું શરમજનક નિવેદન

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા સામે એક ફેક ડાયરીની એન્ટ્રીનો આધાર લઈને તેમના પર નિરાધાર આરોપ લગાવનાર કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી પોલીસ ફરિયાદ કરશે. કોંગ્રેસે શુક્રવારે મિડીયામાં છપાયેલા એક રિપોર્ટની લોકપાલ પાસે તપાસ કરાવવાની માંગણી કરાવી હતી.

ઉપર જણાવવામાં આવેલા મિડિયા રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે બી એસ યેદિયુરપ્પાએ ભાજપના વરિષ્ઠ નેતાઓને રૂ. 1,800 કરોડ રૂપિયા આપ્યા હતા. આ આરોપ એક કહેવાતી ડાયરીના કેટલાક પાનાની ફોટોકોપી પર આધારિત હોવાથી આવકવેરા વિભાગે તેને પહેલેથી જ અસ્વીકાર કરી ચુક્યું છે.

ભાજપના પ્રવક્તા એસ સુરેશ કુમારે પત્રકારોને સંબોધન કરતા કહ્યું હતું કે, “આવકવેરા વિભાગનું જ નિવેદન છે કે ડાયરી એક ફેક દસ્તાવેજ છે. કોંગ્રેસ જાણીજોઈને અમારા પક્ષની છબી બગાડવાની કોશિશ કરી રહી છેતે હવે સાબિત થઇ ગયું છે. સૂરજેવાલાએ પણ આ જ ફેક દસ્તાવેજનો આધાર લઈને યેદિયુરપ્પા પર આરોપ મૂક્યો હોવાથી તેમની પાયાવિહોણા આરોપ મુકવા બદલ ધરપકડ કરવી જોઈએ.”

સુરેશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આયકર વિભાગે આ દસ્તાવેજ ખોટા હોવાનું અનુમોદન કર્યું છે તેથી અમે ચૂંટણી પંચમાં પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન આ કહેવાતી ડાયરીનો ઉપયોગ ખોટા આરોપો લગાવવા માટે ન થાય તેની સ્પષ્ટ સૂચના રાજકીય પક્ષોને આપવાની વિનંતી કરવાના છીએ. આટલુંજ નહીં પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ જ દસ્તાવેજનો આધાર લઈને ટ્વીટ કરી હતી તેમણે પણ જાહેરમાં માફી માંગવી જોઈએ.