Featured|ગુજરાતગુજરાતદેશ

ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં દિગ્ગજોના નામો

ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિના સચિવ જય પ્રકાશ નડ્ડાએ આજે આવનારી લોકસભાની ચૂંટણી માટે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના 15 ઉમેદ્વાઓ પણ સામેલ છે. આ યાદીમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક સિવાય તમામ બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.

ભાજપના ગુજરાતના પંદર ઉમેદવારોના નામ આ પ્રમાણે છે.

  1. કચ્છ – વિનોદભાઈ ચાવડા
  2. સાબરકાંઠા – દીપસિંગ રાઠોડ
  3. અમદાવાદ (પશ્ચિમ) – ડૉ કિરીટભાઈ સોલંકી
  4. સુરેન્દ્રનગર – મહેન્દ્રભાઈ મુંજપરા
  5. રાજકોટ – મોહનભાઈ કુંડારિયા
  6. જામનગર – પુનમબેન માડમ
  7. અમરેલી – નારણભાઈ કાછડિયા
  8. ભાવનગર ભારતીબેન શિયાળ
  9. ખેડા – દેવુસિંગ ચૌહાણ
  10. દાહોદ – જસવંતસિંહ ભાભોર
  11. વડોદરા – રંજનબેન ભટ્ટ
  12. ભરૂચ – મનસુખભાઈ વસાવા
  13. બારડોલી – પ્રભુભાઈ વસાવા
  14. નવસારી – સી આર પાટીલ
  15. વલસાડ – કે જી પટેલ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નામની ઘોષણા ગાંધીનગરથી પહેલી યાદીમાંથી જ થઇ ગઈ હતી, આમ ભાજપે અત્યારસુધી ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના નામ જાહેર કરી દીધા છે.