Featured|દેશદેશ

કોંગ્રેસને શહીદ દિવસની સાચી તારીખ પણ ખબર નથી

કોંગ્રેસને શહીદ દિવસની સાચી તારીખ પણ ખબર નથી

આજે શહીદ દિવસ હ્હે આજની તારીખે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસે આજે કરેલી એક ટ્વીટમાં તેણે આ શહીદોને અંજલિ અર્પણ કરતા તારીખમાં લોચો કર્યો હતો. આજે 23 તારીખ હોવા છતાં કોંગ્રેસે પોતાની એ ટ્વીટમાં 24 તારીખ લખી હતી. ત્યારબાદ આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કોંગ્રેસની જબરી મજાક ઉડી હતી.

કોંગ્રેસને શહીદ દિવસની સાચી તારીખ પણ ખબર નથી

ત્યારબાદ કોંગ્રેસે એ ટ્વીટ હટાવીને સાચી તારીખ સાથે ફરીથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરંતુ આ ઘટના ફરીએકવાર એ  હકીકત સાબિત કરે છે કે કોંગ્રેસમાં દેશભક્તિના સંસ્કાર બિલકુલ રહ્યા નથી. શહીદ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપીને કોંગ્રેસને ફક્ત લોકપ્રિયતા જ મેળવવી હતી તે આ ઘટનાથી સાબિત થાય છે, જો એવું ન હોત તો તેણે તારીખ લખવામાં ચીવટ જાળવી હોત.

કોંગ્રેસમાં રાષ્ટ્રભક્તિના આ  ઓછા સંસ્કારને લીધે જ તેણે દાયકાઓથી ભારતના શસ્ત્ર સોદાઓમાં સતત કૌભાંડો કર્યા છે અને જ્યારે હાલની સરકાર વગર કોઈ વચેટિયાને સામેલ કરી પારદર્શક સોદાઓ કરી રહી છે ત્યારે કોંગ્રેસને તે પચતું નથી અને સરકાર પર સવાલ કરે છે.

આટલું ઓછું નથી, કોંગ્રેસમાં રાષ્ટ્રવાદનો ભારે અભાવ હોવાને લીધે તે પાકિસ્તાન વિરુદ્ધ સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક અને વાયુસેનાએ ઉડાવી દીધેલા બાલાકોટ જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ અંગે પણ સબૂત માંગી રહી છે અને કેટલા આતંકવાદીઓ મર્યા તેની સંખ્યા પણ પૂછી રહી છે.