Featured|દેશદેશ

ભાજપ પર આરોપ લગાવવા જતા કોંગ્રેસ ખુદ પોતાની જાળમાં ફસાઈ

ભાજપ પર આરોપ લગાવવા જતા કોંગ્રેસ ખુદ પોતાની જાળમાં ફસાઈ

છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન લાગતા અને હવે લોકસભાની ચૂંટણી માત્ર બે અઠવાડિયા જ દૂર રહેવાથી કોંગ્રેસ અત્યંત હતાશ થઇ ગઈ છે. છેલ્લા દોઢ થી બે વર્ષ દરમ્યાન કોંગ્રેસે રાફેલ મામલે કોઇપણ પ્રકારની ગેરરીતી ન થઇ હોવા છતાં એક હવા ઉભી કરી હતી અને તે પણ અખબારી રિપોર્ટનો આધાર લઈને તેવી જ રીતે આજે પણ તેણે ભાજપના મોટા નેતાઓ પર આરોપ લગાવ્યો હતો અને તે પણ એક વેબસાઈટમાં પબ્લિશ કરવામાં આવેલા એક આર્ટિકલનો હવાલો આપીને.

આ આર્ટિકલમાં એમ કહેવામાં આવ્યું હતું કે ઇન્કમ ટેક્સ વિભાગ પાસે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાની એક ડાયરી છે જેના પર ભાજપના વિવિધ આગેવાનોને તેમણે કરોડો રૂપિયા આપ્યા હોવાની નોંધ છે. કોંગ્રેસે બપોરે આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. વેબસાઈટ અને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં એ ડાયરીની માત્ર ફોટોકોપી દેખાડી હતી.

થોડા સમય પહેલા કોંગ્રેસ અને વેબસાઈટના આરોપનો જવાબ આપવા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં તેમણે આ ડાયરી અંગે ખુલાસો કર્યો હતો. રવિશંકર પ્રસાદે માહિતી આપતા જણાવ્યું હતું કે 2017માં ડી રાજુ જે તે સમયના કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અંગત સચિવ રહી ચુક્યા હતા તેની એક ડાયરી ઇન્કમ ટેક્સના દરોડામાં પકડાઈ હતી. આ ડાયરીમાં SG અને RGના નામ વારેવારે આવતા હતા.

આ જ ડાયરીનો આધાર લઈને ઇન્કમ ટેક્સ વિભાગે કર્ણાટકના મુખ્યમંત્રી ડી શિવરાજના રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો અને તેમના પર કાર્યવાહી કરી હતી. જ્યારે શિવરાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે ખુદ શિવરાજે કેટલાક કાગળિયા સામેથી ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને આપતા કહ્યું હતું કે આ યેદિયુરપ્પાની ડાયરીની લૂઝ શીટ્સ છે. ઇન્કમ ટેક્સ વિભાગે શિવકુમારને જ્યારે પૂછ્યું કે આ કાગળિયાં તેમની પાસે ક્યાંથી આવ્યા ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે હું રાજકીય નેતા છું અને મને આ પ્રકારે લોકો માહિતી આપતા રહેતા હોય છે.

ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગે યેદિયુરપ્પાને બોલાવ્યા હતા અને યેદિયુરપ્પાએ આ પ્રકારની કોઈજ ડાયરી તેઓ ધરાવતા હોવા પર સાફ ઇનકાર કર્યો હતો અને પોતાના હસ્તાક્ષરમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ સમક્ષ સહી પણ કરી હતી. ત્યારબાદ ઇન્કમ ટેક્સ વિભાગે પેલી ડાયરીના પાનાં અને યેદિયુરપ્પાની સહીના અક્ષરો મેળ ખાય છે કે કેમ તે નક્કી કરવા માટે ફોરેન્સિક લેબોરેટરીને તે મોકલી આપ્યા હતા.

જવાબમાં ફોરેન્સિક લેબોરેટરીએ પેલી ડાયરીના ઓરિજિનલ પાના માંગ્યા હતા કારણકે તો જ તેઓ હસ્તાક્ષરની ખરાઈ કરી શકે તેમ હતા. જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગે ડી શિવકુમાર પાસે ઓરિજિનલ ડાયરી માંગી ત્યારે તેમણે કહ્યું કે એવી કોઈજ ડાયરી તેમની પાસે નથી!

બાદમાં રવિશંકર પ્રસાદે કોંગ્રેસને સવાલ કર્યો હતો કે શું તે જુઠ્ઠાણાં ફેલાવીને આવનારી લોકસભાની ચૂંટણીઓ જીતવા માંગે છે?

કારણ સાફ છે કે જે દસ્તાવેજ તેના મૂળરૂપમાં ડી શિવકુમાર નથી આપી શકતા તેની ફોટોકોપી પર કોઈ કેવી રીતે વિશ્વાસ કરી શકે? આમ કોંગ્રેસ યેદિયુરપ્પા દ્વારા ભાજપના આગેવાનોને ફસાવવા જતા ખુદ પોતાની જાળમાં ફસાઈ ગઈ હતી.