Featured|ગુજરાતગુજરાત

જામનગરમાં હાર્દિકની ધુળેટીના રંગમાં પડ્યો ભંગ; જુઓ VIDEO

જીતુ વાઘાણીના હાર્દિક પર પ્રહાર, કહ્યુ- કોંગ્રેસના પીઠ્ઠુંઓને જવાબ આપવા જરૂરી નથી

હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડે તેવા સંકેત તે જ્યારથી કોંગ્રેસમાં જોડાયો છે ત્યારથી મળી રહ્યા છે. જો કે હાર્દિક પટેલે  હજી હાઈકોર્ટની મંજૂરી લેવાની બાકી છે. પરંતુ જો હાર્દિક પટેલ જામનગરથી લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોય તો તેણે ફેરવિચારણા કરવી પડે એવી ઘટના આજે સવારે બની હતી.

આજે સવારે જામનગરમાં આયોજિત ધૂળેટીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક પટેલ પહોંચ્યો હતો. હજી તો આયોજકો તેની ઓળખાણ કરાવે તે અગાઉ જ ત્યાં ધૂળેટી રમવા માટે ભેગા થયેલા લોકોએ હાર્દિકની સામેજ “મોદી મોદી મોદી મોદી” ના સુત્રોચ્ચાર શરુ કરી દીધા હતા. પરિણામે હાર્દિક પટેલને બોલવાનો મોકો પણ મળ્યો ન હતો. હાર્દિક પટેલ અહીં આવ્યાની પાંચ જ મિનીટ બાદ ત્યાંથી રવાના થઇ ગયો હતો.

જો જામનગરમાં હાર્દિક વિરુદ્ધ આટલો જ રોષ હોય તો તેણે ત્યાંથી લડવું કે કેમ તે અંગે ફરીથી વિચારવું પડશે. માત્ર જામનગર જ નહીં પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાર્દિક પટેલ વિરુદ્ધ દેખાવો થયા છે અને તેના પૂતળા બાળવામાં આવ્યા છે. જો ગુજરાત આખામાં હાર્દિક પટેલ આટલો અળખામણો બની ગયો હોય તો શું કોંગ્રેસ તેને સામે ચાલીને ટીકીટ આપશે ખરી?