Featured|દેશદેશ

જો નમામિ ગંગે નિષ્ફળ છે તો પ્રિયંકા વાડ્રાએ ગંગાજળ કેમ પીધું?

જો નમામિ ગંગે નિષ્ફળ છે તો પ્રિયંકા વાડ્રાએ ગંગાજળ કેમ પીધું?

પ્રિયંકા વાડ્રા જેમને હાલમાં જ કોંગ્રેસના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ આજકાલ ગંગા યાત્રા પર નીકળી પડ્યા છે. જો કે જ્યારેથી તેમણે સભાઓ સંબોધવાની શરુ કરી છે તે ઉપરાંત પોતાની આ ગંગા યાત્રા દરમ્યાન પણ પ્રિયંકા વાડ્રા સતત નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા આવ્યા છે અને એ પણ એજ ટીકાઓ જે તેમના ભાઈ રાહુલ ગાંધી અગાઉથી કરી ચૂક્યા છે.

પ્રિયંકા ગાંધી અગાઉ કોંગ્રેસ પાર્ટી નરેન્દ્ર મોદીના અસંખ્ય સ્વપ્નો માંથી એક એવા નમામિ ગંગે પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવી ચૂકી છે અને તેની આકરી ટીકા પણ કરી ચૂકી છે. નમામિ ગંગે પ્રોજકેટ એ એક વિશદ સ્વચ્છ ગંગા પ્રોજેક્ટ છે જેના હેઠળ ઘણા પરિવર્તન આવ્યા છે. સરકાર આ યોજના પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે અને તેને લીધે જ કાનપુરમાં ગંગામાં છેલ્લા બસ્સો વર્ષથી વહી જતું ગટરનું પાણી બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગંગા તટે વસેલા તમામ શહેરોમાં એક પછી એક મોટી સંખ્યામાં સુએઝ પ્લાન્ટ પણ શરુ કરવામાં આવ્યા છે અને કહેવાય છે કે આ વર્ષે પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળો દાયકાઓમાં સહુથી સ્વચ્છ કુંભમેળો હતો.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારે વારાણસી અને કોલકાતા વચ્ચે ગંગા નદીમાં કાર્ગો શીપની આવાજાહી પણ શરુ કરાવી છે અને તેની તર્જ પર પ્રવાસી હોડીઓ પણ હવે વધુને વધુ સંખ્યામાં ગંગામાં ફરી રહી છે. આવી જ એક હોડીમાં કોંગ્રેસના માનવા અનુસાર નમામિ ગંગે પ્રોજેક્ટ નિષ્ફળ ગયો  હોવા છતાં તેના જ મહાસચિવ પ્રિયંકા વાડ્રા પ્રચાર પર નીકળી પડ્યા છે. આટલું જ નહીં કોંગ્રેસીઓ અગાઉ કહી ચૂક્યા છે કે નમામિ ગંગે પ્રોજેક્ટથી ગંગા સ્વચ્છ નથી થઇ તો પણ પ્રિયંકાએ ગઈકાલે ગંગાજળનું આચમન લીધું હતું.

આમ ફરીએકવાર કોંગ્રેસીઓ જેમાં તેમના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ છે તેઓ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અને યોજનાઓની કહેવા ખાતર જ ટીકા અને વિરોધ કરે છે પરંતુ હકીકત સાવ ઉલટી છે તે સાબિત થયું છે. મોદી સરકારની નીતિરીતીનો સતત વિરોધ કરતા કોંગ્રેસી નેતાઓ સમય આવે અને જરૂર પડે ત્યારે તેના ફળ ચાખવામાં પણ અચકાતા નથી એ પણ પ્રિયંકા વાડ્રાની ગંગાયાત્રા પરથી સાબિત થયું છે.