Featured|ગુજરાતગુજરાત

તો તો ભગવાન દરેકને હાર્દિકની જેમ જ બેરોજગાર બનાવે

તો તો ભગવાન દરેકને હાર્દિકની જેમ જ બેરોજગાર બનાવે

મૈ ભી ચોકીદારની અભૂતપૂર્વ સફળતાને લીધે નરેન્દ્ર મોદીના વિરોધીઓને એટલી હદે આઘાત લાગ્યો છે કે તેઓ સાનભાન ગુમાવી બેઠા છે. નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો હતો, ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ એમ જ કર્યું હતું અને નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના ઘણા સભ્યો તેમના પગલે ચાલ્યા હતા.

ગુજરાતના કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારોની ટીકા કરવા જતા તેમની કોપી કરવાનો પણ પ્રયાસ કર્યો છે પરંતુ તે એકદમ હાસ્યાસ્પદ સાબિત થયો છે. હાર્દિક પટેલે મોદી અને અન્યોનું જોઇને ટ્વીટર પર પોતાના નામ આગળ બેરોજગાર ઉમેરી દીધું, પરંતુ તરતજ હાર્દિક પટેલ પર આ અંગે સવાલો ઉભા થઇ ગયા.

તો તો ભગવાન દરેકને હાર્દિકની જેમ જ બેરોજગાર બનાવે

લોકોએ હાર્દિક પટેલને પૂછ્યું કે જો તું બેરોજગાર હોય તો તારી પાસે ફોર્ચ્યુંનર જેવી મોંઘી કાર કેવી રીતે આવી? તારી પાસે અમદાવાદના પોશ વિસ્તારમાં ઘર કેવી રીતે આવ્યું? તારી બહેનના લગ્નમાં કરોડોનો ખર્ચ તું કેવી રીતે કરી શક્યો? તારી વિડીયો ક્લિપ જે ભૂતકાળમાં વાયરલ થઇ હતી તેવા જલસા અને એ પણ મોંઘી હોટલોમાં રહીને તું કેવી રીતે કરી શક્યો?

લોકોના અણિયાળા સવાલ અહીં જ અટક્યા ન હતા, તેમણે હાર્દિકને આગળ પૂછ્યું હતું કે જો તું બેરોજગાર જ હોય તો તું કાયમ પ્લેનમાં જ કેમ ફરે છે? તારી પાસે આઈફોન કેવી રીતે આવ્યો અને જો તું બેરોજગાર હોય તો તે લગ્ન શા માટે કર્યા? જો તું બેરોજગાર હોય તો તારી પત્ની અને કુટુંબનું તું પાલન પોષણ કેવી રીતે કરી શકે છે?

સોશિયલ મિડિયા પર હાર્દિક પટેલને પૂછવામાં આવેલા ઉપરોક્ત તમામ સવાલોમાં સત્યતાનો અંશ મોટા પ્રમાણમાં છે જ. બેરોજગાર વ્યક્તિને ખ્યાલ હોય છે કે જે દિવસે એ જાગે છે એ દિવસનો અંત કેવો થશે તેની તેને ક્યારેય કલ્પના નથી હોતી. નોકરી ન મળે તો બે વખતનું જમવાનું પણ નસીબમાં નથી હોતું. પરંતુ પોતાની લક્ઝુરીયસ લાઈફ સ્ટાઈલ હોવા છતાં જાતને બેરોજગાર ગણાવતો હાર્દિક પટેલ જે ખરેખર બેરોજગાર છે તેની મશ્કરી ઉડાવી રહ્યો છે.

અને જો હાર્દિક ખરેખર બેરોજગાર હોય અને તો પણ આવી લાઈફ સ્ટાઈલ જીવી શકતો હોય તો ભગવાન આપણને બધાને બેરોજગાર બનાવે!