Featured|ગુજરાતગુજરાત

અન્યોની સરખામણી હિટલર સાથે કરતો હાર્દિક જ હિટલર ફેન નીકળ્યો

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયે હાર્દિક પટેલને હજી માંડ છ દિવસ થયા છે એવામાં તે વિવાદ ઉપર વિવાદ ઉભો કરી રહ્યો છે. હજી ત્રણ દિવસ અગાઉ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલીવાર ફેસબુક પર લાઈવ થયો હતો. આ લાઈવ ટેલિકાસ્ટનો આશય હાર્દિક પોતે કોંગ્રેસમાં કેમ જોડાયો તેનો ખુલાસો કરવાનો હતો, પરંતુ આ ખુલાસો કરવા જતા હાર્દિક ખુદ ખુલ્લો પડી ગયો હતો.

હાર્દિક જ્યારે ફેસબુક પર લાઈવ હતો ત્યારે તેની બાજુમાં કેટલાક પુસ્તકો પડ્યા હતા જેમાંથી એક પુસ્તકનું નામ હતું મેરા સંઘર્ષ. આપને જાણ હશે જ કે આ પુસ્તક એ જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરની આત્મકથા મીન કેમ્ફનો હિન્દી અનુવાદ છે. આ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહેલા ઘણા લોકો આ પુસ્તકને હાર્દિક પટેલની બાજુમાં પડેલું જોઇને ચોંકી ઉઠ્યા હતા.

અન્યોની સરખામણી હિટલર સાથે કરતો હાર્દિક જ હિટલર ફેન નીકળ્યો

આમ થવા પાછળનું કારણ એક જ છે કે ભૂતકાળમાં હાર્દિક પટેલ પોતાના રાજકીય વિરોધીઓને હિટલર સાથે સરખામણી કરી ચૂક્યો છે. એવામાં જો હાર્દિક ખુદ હિટલરની આત્મકથા વાંચતો હોય તો શું તે હિટલરનો ફેન છે કે પછી તે હિટલર પાસેથી કશુંક શીખવા માંગે છે? એક સ્વાભાવિક સવાલ એ પણ થાય કે શું ખાલી દેખાડા હાર્દિકે આ પુસ્તક પોતે જ્યારે ફેસબુક પર લાઈવ હતો ત્યારે ફક્ત કહેવા પુરતું જ બાજુમાં મુક્યું હતું?

સવાલ તો ઘણા છે જેના જવાબ માત્ર હાર્દિક જ આપી શકે, પરંતુ એક હકીકત સ્પષ્ટ થઇ ગઈ છે કે હાર્દિકના દેખાડવાના અને ચાવવાના જુદાજુદા છે.