Featured|દેશFeatured|ગુજરાત

ગોવામાં સત્તાભૂખને લીધે કોંગ્રેસે લાજશરમની તમામ હદો વટાવી

ગોવામાં સત્તાભૂખને લીધે કોંગ્રેસે લાજશરમની તમામ હદો વટાવી

આપણે ત્યાં મૃત્યુનો મલાજો જાળવવાની સંસ્કૃતિ છે. પરંતુ જ્યાં કોંગ્રેસ અને તેના સમર્થકો કે તેના આગેવાનોની વાત કરીએ ત્યારે ભારતીય સંસ્કૃતિને ભૂલી જવી પડતી હોય છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરનું ગઈકાલે સાંજે અવસાન થયું હતું. હજી તો આ સમાચારને થોડો જ સમય થયો હતો કે ગોવા કોંગ્રેસે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો પ્રસ્તુત કરી દીધો હતો.

એ હકીકત છે કે મનોહર પારીકરના નિધનથી ગોવામાં રાજકીય સંકટ ઉભું કરી દીધું છે, પરંતુ રાજ્યના દિવંગત મુખ્યમંત્રીના નિધન થયા બાદ તેમની અંત્યેષ્ટિની પણ રાહ જોવા જેટલી ધીરજ કોંગ્રેસી નેતાઓમાં નથી એ જોઇને કોઈને પણ આઘાત લાગે. કોંગ્રેસ કમિટીએ મનોહર પાર્રીકરના નિધનના અમુક જ કલાકોમાં ગોવા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ રાજ્યપાલને એક પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો પેશ કરી દીધો હતો.

ગોવામાં સત્તાભૂખને લીધે કોંગ્રેસે લાજશરમની તમામ હદો વટાવી

આ પત્રમાં પણ કોંગ્રેસ પક્ષનો દંભ ઉઘાડો પડી ગયો હતો. પત્રની શરૂઆતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રી મનોહર પાર્રીકરના નિધનથી તેમને ઘેરો આઘાત લાગ્યો છે તેમ લખીને બાદમાં ઉમેર્યું હતું કે હવે આ ઘટના બાદ સત્તામાં પરિવર્તન કરીને તુરંત તેને કોંગ્રેસને સોંપી દેવી જોઈએ.

આ પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે હાલમાં ભાજપના જે પણ સાથીદારો છે તેમણે તે સમયે એવી શરત મૂકી હતી કે જો પારીકર મુખ્યમંત્રી બને તો જ તેઓ ભાજપને સમર્થન આપશે. હવે જ્યારે પાર્રીકરનું નિધન થયું છે ત્યારે ભાજપ પાસે કોઇપણ સાથીદાર રહ્યા નથી.

કોંગ્રેસે આ પત્ર સાથે પોતાના વિધાનસભ્યોની એક યાદી પણ આપી હતી અને દાવો કર્યો હતો કે હવે તે ગોવા વિધાનસભામાં સહુથી મોટી પાર્ટી બની ગઈ છે.

આમ ગોવામાં ગમેતેમ સત્તા મેળવવા માટે કોંગ્રેસે મૂળભૂત માન સન્માનને પણ નેવે મૂકી દીધું છે.