Featured|ગુજરાતગુજરાત

અમદાવાદ એરપોર્ટને મળ્યું ત્રણગણું ગૌરવ!!

અમદાવાદ એરપોર્ટને મળ્યું ત્રણગણું ગૌરવ!!

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે નવી પ્રસિદ્ધી હાંસલ કરી છે. જેમાં SVPI (સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ) એરપોર્ટે એ.સી.આઈ (ACI)અને એ.એસ.ક્યુ (ASQ)માં 5 થી 15 મિલિયન મુસાફરોની શ્રેણીમાં 3 આંતરરાષ્ટ્રીય એવોર્ડ પોતાના નામે કર્યા છે. જેમાં મુસાફરો દ્વારા એરપોર્ટમાં આપવામાં આવતી તમામ સુવિધાઓ તથા એરપોર્ટના કર્મચારીઓ સાથેના સારા અનુભવો પરથી આ એવોર્ડ પ્રાપ્ત થાયા છે.

એરપોર્ટ સર્વિસ ક્વૉલિટીના સર્વેક્ષણમાં પેસેન્જરો માટે મુખ્ય 37 સુચાંકોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં 8 મુખ્ય વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં એરપોર્ટ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ, એરપોર્ટનું વાતાવરણ, ચેકિંગ, રીટેલ, એરપોર્ટ સર્વિસ, ભોજન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

2018માં ACI અને ASQના સર્વે સમગ્ર વિશ્વના કુલ 346 એરપોર્ટ ઉપર કરવામાં આવ્યા. જે એરપોર્ટમાં નોર્થ અમેરિકા, લેટિન અમેરિકા, કેરેબિયન, યુરોપ તથા એશિયા ખંડમાં સર્વે કરવામાં આવ્યા. અને આ સર્વેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 5 થી ૧૫ મિલિયન મુસાફરો વાળા એરપોર્ટમાં ત્રણ સુવિધાઓને લઇને નેશનલ એવોર્ડ પોતાના નામે કર્યા છે.

1 સારું વાતાવરણ

2 ખૂબ જ સારી કસ્ટમર સર્વિસ

3 ખૂબ સારું બાંધકામ અને સુવિધાઓ..

છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો એસ.વી.પી.આઇ એરપોર્ટે સતત 22% વૃદ્ધી કરી છે. 2017-18ના વર્ષમાં આ એરપોર્ટ પરથી 9.17 મુશાફરોએ મુશાફરી કરી હતી. તેની સરખાણમીએ ચાલુ વર્ષે 11.2 મિલિયન પેસેન્જરો મુશાફરી કરી ચુક્યા છે.

આ આંતરાષ્ટ્રીય એવોર્ડ વાત કરવામાં આવે તો, 2017માં એસ.વી.પી.આઇ એરપોર્ટને એશિયા પેસિફિકના પ્રદેશમાં સૌથી વધુ સુધારેલ એરપોર્ટ તથા 2016માં નેશનલ ટૂરીઝમ એવોર્ડ મેળવ્યા છે.