Featured|દેશદેશ

કોંગ્રેસ પર અદાકાર આર માધવન કેમ ગુસ્સે થયો?

કોંગ્રેસ પર અદાકાર આર માધવન કેમ ગુસ્સે થયો?

લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર પણ શરુ થઇ ગયો છે. પરંતુ પાંચ વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આજકાલ એકદમ નીચલા સ્તરે જઈને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવી રહી છે. કોંગ્રેસના આ કૃત્ય પાછળ તેના પ્રવક્તાઓ તેમજ તેનું સોશિયલ મિડિયા હેન્ડલ પણ સામેલ છે. કોંગ્રેસ એ ભૂલી રહી છે કે છેવટે નરેન્દ્ર મોદી આખા દેશના વડાપ્રધાન છે અને આથી એમનું એક હદ બહારનું અપમાન આખા દેશનું અપમાન છે.

હાલમાં જ જ્યારે મસૂદ અઝહર સામેના પ્રસ્તાવ વિરુદ્ધ યુએનમાં ચીને વીટો વાપરતા એ પ્રસ્તાવ બ્લોક થઇ ગયો હતો. કોંગ્રેસે માત્ર એક ઘટનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિદેશનીતિની નિષ્ફળતા કહી દીધી હતી. આટલુંજ નહીં આ મુદ્દે તેણે વડાપ્રધાન મોદીની મશ્કરી પણ કરી હતી. આ જ મશ્કરી હેઠળ તેણે એક વિડીયો ટેપ કર્યો હતો જેમાં વડાપ્રધાન મોદીની મશ્કરી કરતા કહ્યું હતું કે આ રીતે વડાપ્રધાન મોદી ચીનને ‘લાલ આંખ’ દેખાડી રહ્યા છે.

આ વિડીયો જોતાની સાથેજ અદાકાર આર માધવન ગુસ્સે થયો હતો. તેણે આ વિડીયોને ક્વોટ કરતા ટ્વીટ કરી હતી કે આ અત્યંત ખરાબ વિડીયો છે. રાજકીય વિરોધાભાસ ગમે તેવો હોય, શ્રી મોદી જી આ દેશના વડાપ્રધાન છે અને તમે આ દેશને આ વિડીયો દ્વારા અપમાનજનક પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે. આ ટ્વીટર હેન્ડલ પાસેથી આવી આશા ન હતી.

આમ વારેવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકાને બહાને તેમનું અને દેશનું અપમાન કરવાની કોંગ્રેસની પ્રવૃત્તિ વિરુદ્ધ સેલિબ્રિટીઓ પણ હવે સામે આવીને બોલવા લાગી છે.