Featured|દેશદેશ

કોંગ્રેસી હથિયારનો ઉપયોગ તેના વિરુદ્ધ કરવામાં મોદીએ ફરીથી માસ્ટરી દર્શાવી

કોંગ્રેસી હથિયારનો ઉપયોગ તેના વિરુદ્ધ કરવામાં મોદીએ ફરીથી માસ્ટરી દર્શાવી

છેલ્લા દોઢથી બે વર્ષ દરમ્યાન વગર કોઈ પૂરાવા વગર રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર હૈ કહીને તેમનું અપમાન કરી રહ્યા હતા. ગયા વર્ષે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓથી માંડીને જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ પોતાની રેલીઓમાં પણ રાહુલ ગાંધી ઉપરોક્ત વાક્યનો છૂટથી ઉપયોગ કરવા લાગ્યા હતા.

આ સમગ્ર સમય દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ ખરા મોકા પર વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી જેને ભાજપને હરાવવાનું શસ્ત્ર માનતા હતા તેનો ઉપયોગ તેમની સામે એટલી અસરકારકતાથી કર્યો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ ડઘાઈ ગઈ છે, બિલકુલ 2014ના ચાવાળાના અપમાનનો બદલો ચાય પે ચર્ચા કાર્યક્રમથી લેવામાં આવ્યો એ રીતે જ.

એ સમયે કોંગ્રેસના મણિશંકર ઐયરે ત્રણ વખત સતત છાતી ઠોકીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ક્યારેય આ દેશના વડાપ્રધાન નહીં બને અને જો તેમણે ચા વેંચવી હોય તો કોંગ્રેસના સંમેલનની બહાર તેની વ્યવસ્થા થઇ શકે છે. આ ઘટના બાદ ભાજપે દેશના વિવિધ શહેરોમાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ શરુ કર્યો હતો અને આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ખુદ તેમના સમર્થકો અને અન્ય મતદારોની સાથે ચા પીતા પીતા વાર્તાલાપ કરતા હતા.

હવે જ્યારે રાહુલ ગાંધી અને બાકીની કોંગ્રેસ ચોકીદાર એટલેકે નરેન્દ્ર મોદીને ચોર કહી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ ફરીથી તેમનો આ દાવ ઉલટો કરીને દેશના નાગરિકોને ગઈકાલે આહવાન કરતા કહ્યું હતું કે દેશને સ્વચ્છ રાખવા, ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા તેઓ એકલા ચોકી નથી કરી રહ્યા પરંતુ દેશના તમામ નાગરિકો પણ ચોકીદાર છે અને આમ તેમણે #MainBhiChowkidar નો  હેશટેગ ટ્રેન્ડ શરુ કરાવ્યો હતો જેને અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું. આમ હવે પ્રજા પણ ચોકીદાર શબ્દ સાથે જોડાઈ જતા રાહુલ ગાંધી અને કોંગ્રેસને ચોકીદાર ચોર હૈ કહેવામાં તકલીફ જરૂર પડશે કારણકે આમ કરવાથી પ્રજામત તેમની વિરુદ્ધમાં જઈ શકે છે.

ટ્વીટર પર આ ટ્રેન્ડ કેવા પ્રકારની ટ્વીટથી ફેલાયો તે જાણવા જોઈએ કેટલીક રસપ્રદ ટ્વીટ્સ