Featured|દેશદેશ

પોતાના નામ આગળ ચોકીદાર ઉમેરતા મોદી

કાશ્મીર વિરુદ્ધ નહીં પરંતુ કાશ્મીર માટે લડી રહ્યા છીએ: મોદી

ગઈકાલે ટ્વિટર પર ચોકીદાર ચોર હૈના કોંગ્રેસી સૂત્રનો તેનીજ ભાષામાં ઉત્તર વાળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ #MainBhiChowkidar ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ ટ્રેન્ડને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીનાં કેટલાક વરિષ્ઠ તેમજ યુવા નેતાઓએ ટ્વિટર પર પોતાના નામ આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેર્યો હતો.

આ જ ટ્રેન્ડ વધુ લોકપ્રિય થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો તેમજ ટેકેદારોએ પણ ટ્વિટર પર પોતાના નામ આગળ ચોકીદાર શબ્દ ઉમેરી દીધો હતો અને ટ્વિટર પર ચારે તરફ ચોકીદાર શબ્દ જ જોવા મળવા લાગ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મૈં ભી ચોકીદાર ના આહવાનને મળેલા પ્રચંડ પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને અને પોતાના સમર્થકોના ઉત્સાહને અને સમર્થનનો આભાર માનવા થોડા સમય અગાઉ જ ટ્વિટર પર પોતાના નામ આગળ પણ ‘ચોકીદાર’ શબ્દ ઉમેરી દીધો હતો.

પોતાના નામ આગળ ચોકીદાર ઉમેરતા મોદી

આમ હવે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ વંચાય છે.