Featured|દેશદેશ

ચોકીદાર ચોર હૈ બોલવું રાહુલને ભારે પડ્યું

ચોકીદાર ચોર હૈ બોલવું રાહુલને ભારે પડ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી વારંવાર ચોકીદાર ચોર હૈ કહીને અપમાનિત કરે છે. ભારતના સહુથી મોટા કામદાર સંઘ ભારતીય મઝદૂર સંઘે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે આ મામલે માફી માંગવાની માંગણી કરી છે.

ભારતીય મઝદૂર સંઘના સેક્રેટરી બ્રજેશ ઉપાધ્યાયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સિક્યોરી ગાર્ડ યુનિયનો અને એસોશીએશનો જે ભારતીય મઝદૂર સંઘ ખાતે સંકળાયેલા છે તેમણે કોંગ્રેસ દ્વારા બોલવામાં આવેલા આ સૂત્ર સામે વાંધો ઉઠાવ્યો છે. સમગ્ર દેશના સિક્યોરીટી ગાર્ડ્સ કોંગ્રેસની રેલીઓમાં બોલવામાં આવતા આ સૂત્રથી આહત થયા છે.

બ્રજેશ કુમારે કહ્યું હતું કે હવે આ ફેશન બની ગઈ છે કે કોંગ્રેસ પોતાની દરેક સભામાં આ પ્રકારનું સૂત્ર બોલાવે છે અને આ કારણસર તેણે પોતાના અપમાનથી આહત થયેલા લાખો સિક્યોરીટી ગાર્ડ્સની માફી માંગવી જોઈએ. એ આશ્ચર્યજનક બ્બાત છે કે કોંગ્રેસના પ્રમુખ પોતે આ પ્રકારના શબ્દો સમગ્ર સિક્યોરીટી ગાર્ડ સમાજ માટે બોલી રહ્યા છે.

ભારત મઝદૂર સંઘે કહ્યું છે કે માત્ર કોંગ્રેસ જ નહીં પણ અન્ય કોઇપણ રાજકીય પક્ષ જો આ પ્રકારનું સૂત્ર બોલતી હોય તો તેણે એ તુરંત જ બંધ કરી દેવું જોઈએ. જો આગળ પણ આ રીતે સિક્યોરીટી ગાર્ડ્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થશે તો ભારતીય મઝદૂર સંઘ આકરા પગલાં લેતા અચકાશે નહીં,