Featured|દેશFeatured|ગુજરાત

ભારતીય સેનાનું વધુ એક પરાક્રમ; મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક

ભારતીય સેનાનું વધુ એક પરાક્રમ; મ્યાનમારમાં સર્જીકલ સ્ટ્રાઈક

આતંકવાદ વિરુદ્ધ ભારતનું કડક વલણ હાલની નરેન્દ્ર મોદી સરકાર હેઠળ ચાલુ રહ્યું છે. બે વર્ષ અગાઉ પાકિસ્તાનના કબ્જા હેઠળ ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ત્યારબાદ ગયા મહીને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં છેક બાલાકોટ સુધી જઈને આતંકવાદી કેમ્પને નેસ્તનાબૂદ કરી દીધા હતા. હાલમાં મળતા સમાચાર અનુસાર ભારતીય સેનાએ હવે મ્યાનમાર સરહદ પર હાજર આતંકવાદી કેમ્પ પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને તેને ખતમ કરી દીધા છે. સેનાના આ ઓપરેશનમાં મ્યાનમાર સરકારનો પણ સહકાર મળ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વના મોટા અને મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જે મ્યાનમારમાં સિત્વે પોર્ટ દ્વારા કોલકાતાને મિઝોરમ સાથે જોડે છે તે આ આતંકવાદી સંગઠનોના ટાર્ગેટ પર હતા. મ્યાનમારમાં વિદ્રોહી સમૂહ અરાકાને મિઝોરમ સીમા પર નવા કેમ્પ ઉભા કર્યા હતા જે કલાદાન પ્રોજેક્ટને ટાર્ગેટ બનાવવાના હતા. અરાકાન આર્મીને કાચિન ઈન્ડીપેન્ડેન્સ આર્મીએ નોર્થ બોર્ડર જે ચીન સાથે જોડાય છે ત્યાં સુધી ટ્રેનીંગ અપાતું હતું. આ વિદ્રોહીઓ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા પ્રદેશોથી માંડીને મિઝોરમની બોર્ડર સુધી એમ લગભગ 1000 કિમીની યાત્રા કરતા હતા.

સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે આ ઓપરેશન અસંખ્ય તબક્કામાં ચાલ્યું હતું અને મિઝોરમની બોર્ડર પર બનાવેલા નવા કેમ્પને ધ્વસ્ત કરવા માટે શરુ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં NSCN (K) ને નિશાન બનાવીને તેના મુખ્ય મથક સહીત અસંખ્ય કેમ્પને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આ સમગ્ર ઓપરેશન બે અઠવાડિયા ચાલ્યું હતું અને ભારતીય સેનાએ સમુદ્ર માર્ગે મ્યાનમારમાં પ્રવેશ કર્યો હતો.