Featured|દેશદેશ

આતંકવાદીઓ વિરુદ્ધ લોકોને નિર્ણાયક સરકાર પસંદ છે: સરવે

298views

UPAના શાસનકાળ દરમ્યાન એવા ઘણા પ્રસંગો બન્યા હતા જેને લીધે પાકિસ્તાનને પાઠ ભણાવી શકાયો હોત. પરંતુ એ વખતની સરકારની આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવાની ઇચ્છાશક્તિ જ ન હોવાને લીધે એમ થઇ શક્યું ન હતું. મુંબઈ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ એક સૂરમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી આકાઓનો નાશ કરવાની માંગ કરી રહ્યો હતો ત્યારે નિર્ણાયક સરકારના અભાવમાં સરહદ પાર માત્ર ડોઝીયેર પર ડોઝીયેર પહોંચાડવામાં આવ્યા અને દેશની જનતા સમસમીને બેસી ગઈ હતી.

પરંતુ, એવું નથી કે સરકારમાં નિર્ણયશક્તિનો અભાવ હોય તો પ્રજા પણ આતંકવાદીઓનાં આકાઓને પાઠ ભણાવવા નથી ઈચ્છતી. પહેલા ઉરીનો બદલો સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા અને બાદમાં પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઈક દ્વારા બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પને ઉડાડી દઈને નરેન્દ્ર મોદીએ પોતાની નિર્ણાયકતાનો પરચો બતાવ્યો છે જે દેશની પ્રજાને પસંદ આવ્યો હોવાનું એક સરવેમાં જાણવા મળ્યું છે.

CVoter-IANS સ્ટેટ ઓફ ધ નેશન ઓપિનિયન પોલ અનુસાર 7 માર્ચના દિવસે 51 ટકા લોકો હાલની સરકારના કાર્ય સાથે સંતુષ્ટ હતા જ્યારે આ આંકડો વર્ષની શરૂઆતમાં 36 ટકા જેટલો હતો. જ્યારે નરેન્દ્ર મોદીની નેટ એપ્રુવલ તો છેક 62 ટકા પર પહોંચી છે. CVoterના યશવંત દેશમુખે જણાવ્યું હતું કે પુલાવમા હુમલો અને ત્યારબાદ માત્ર 12 દિવસમાં ભારત સરકારે એર સ્ટ્રાઈક કરીને આપેલો જડબાતોડ જવાબ તેણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો કર્યો છે.

આ જ સમય પહેલા રાહુલ ગાંધીનું એપ્રુવલ રેટિંગ 23 ટકા હતું પરંતુ હાલના સરવેમાં તે ઘટીને 8 ટકા થઇ ગયું હોવાનું આ સરવેમાં જાણવા મળ્યું છે.