Featured|દેશદેશ

મોદી નહીં પરંતુ રાહુલ બનવા જોઈએ વડાપ્રધાન: મુશર્રફ

313views

ગયા વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન જાતે જ પોતાને આવનારી લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન વડાપ્રધાનના ઉમેદવાર  જાહેર કરી દેનારા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બહુ મોટું સમર્થન મળ્યું છે. પરંતુ આ સમર્થન ભારતમાંથી નહીં પરંતુ પાકિસ્તાનમાંથી મળ્યું છે.

પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું છે કે ભારતના આગામી વડાપ્રધાન તરીકે તેમની પસંદગી જ યોગ્ય રહેશે. એક તમિલ ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે મુશર્રફને એમ પૂછવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીઓ બાદ તેઓ ભારતમાં કોને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે ત્યારે મુશર્રફે કહ્યું હતું કે ‘મોદીસા’બ’ શાંતિ સ્થાપવાની ઈચ્છા ધરાવતા નથી આથી દક્ષિણ એશિયામાં જો શાંતિ જાળવવી હોય તો નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બને તે યોગ્ય નહીં હોય.

ત્યારબાદ પૂછવામાં આવેલા એક પેટાપ્રશ્નમાં કે જો મોદી નહીં તો કોણ ભારતના વડાપ્રધાન બની શકે? રાહુલ ગાંધી? તેના જવાબમાં મુશર્રફે કહ્યું હતું કે, કેમ નહીં? મને તેઓ એક જેન્ટલમૅન લાગે છે અને તેઓ જો ભારતના વડાપ્રધાન બનશે તો ક્ષેત્રમાં શાંતિ બનેલી રહેશે. પરવેઝ મુશર્રફે પોતાનો અનુભવ યાદ કરતા કહ્યું હતું કે તેમની બીમાર માતા જ્યારે  ભારત ઈલાજ કરાવવા આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ તેમના પુત્રને ચા પીવા પોતાને ઘરે બોલાવ્યો હતો અને તેની સાથે ઘણી ચર્ચા કરી હતી. આ ઉપરાંત તે સમયના વડાપ્રધાન મનમોહન સિંગે પણ મારા ભાઈ અને માતાને ડિનર પર બોલાવ્યા હતા.

આમ આ રીતે પાકિસ્તાનમાં પણ એવી લાગણી બની રહી છે કે શાંતિના નામે જો રાહુલ ગાંધી ભારતના આગામી વડાપ્રધાન બનશે તો પાકિસ્તાન સહેલાઇથી ભારતમાં પોતાનો આતંકવાદી હુમલાઓનો કાર્યક્રમ ચાલુ રાખી શકે તેમ છે. જે રીતે ઉરી અને પુલવામા આતંકવાદી હુમલાઓ બાદ નરેન્દ્ર મોદીએ ચૂપ બેસી ન રહેતા પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અને બાદમાં એરસ્ટ્રાઈક કરીને વળતો જવાબ આપ્યો હતો, પાકિસ્તાનને તેઓ શાંતિપુરુષ ન જ લાગે એ સ્વાભાવિક છે.

આ તરફ કોંગ્રેસના કેટલાક નેતાઓ જેમાં નવજોત સિંગ સિદ્ધુ મોખરે છે તેઓ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને કોઈને કોઈ રીતે ‘શાંતિદૂત’ કહીને નવાજે છે. તો ગઈ લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસી નેતા મણિશંકર ઐયરે ખુલ્લેઆમ પાકિસ્તાનીઓને કહ્યું હતું કે મોદીને તમે હટાઓ અને અમને લઇ આવો તો જ ક્ષેત્રમાં શાંતિ બનેલી રહેશે. આમ કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે કેવો સંબંધ છે તે પરવેઝ મુશર્રફની હાલની વાતોથી સાબિત થઇ ચૂક્યું છે.