Featured|દેશદેશ

આ વખતની લોકસભાની ચૂંટણી અગાઉ કરતા કેમ અનોખી રહેશે?

આ વખતની લોકસભાની ચૂંટણી અગાઉ કરતા કેમ અનોખી રહેશે?

ગઈકાલે ચૂંટણી પંચે સાત તબક્કામાં થનારી લોકસભાની ચૂંટણી 2019ના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક એવી બાબતો પણ ધ્યાનમાં આવી છે જેનાથી આ વખતની લોકસભાની ચૂંટણીઓ ગત તમામ ચૂંટણીઓ કરતા અલગ અને અનોખી બની રહેવાની છે. ચાલો જાણીએ એવા કયા કારણો છે જેને લીધે આ વખતની લોકસભાની ચૂંટણીઓ સાવ અનોખી  બની રહેવાની છે.

  • તમામ મતદાન મથકો પર VVPATનો ઉપયોગ થશે.
  • આ વખતે સહુથી વધુ 90 કરોડ લોકો પાસે મતદાનનો અધિકાર છે જેમાંથી દોઢ કરોડ મતદારો 18-19 વર્ષના છે જેઓ પહેલીવાર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.
  • EVM પર આ વખતે ઉમેદવારના નામ સામે તેના ચૂંટણી ચિન્હ ઉપરાંત તેનો ફોટો પણ લગાડવામાં આવશે જેથી મતદાર તેનો ચહેરો ઓળખીને તેને મત આપવો કે કેમ તે આસાનીથી નક્કી કરી શકશે.
  • વોટીંગ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ એ જોવા માટે 590 નંબર ડાયલ કરી અથવાતો તેના પર SMS મોકલીને ચેક કરી શકશો.
  • આ વખતે કુલ 10 લાખ મતદાન મથકો હશે.
  • તમામ સંવેદનશીલ મતદાન મથકો પર CCTV મુકવામાં આવશે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.
  • દરેક EVM સાથે GPS ટેપ લગાડવામાં આવશે જેથી તેનું ટ્રેકિંગ થઇ શકે.
  • નાગરિકને ઉમેદવારે જો આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનું લાગે તો ચૂંટણી પંચની એપ પર તે ફરિયાદ કરી શકશે. ફરિયાદ કર્યાના 100 કલાકમાં જે તે ચૂંટણી અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે.
  • સોશિયલ મિડિયા પર થતા પ્રચારનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે. આવું ભારતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર બનવા જઈ રહ્યું છે.

આ વખતે ઓળખપત્ર તરીકે 11 વિકલ્પો આપવામાં આવ્યા છે.