Featured|દેશદેશ

દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા; કાર્યક્રમ જાહેર

દેશભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા; કાર્યક્રમ જાહેર

આખરે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા 2019ની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચ દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં આ કાર્યક્રમની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બંને ચૂંટણી કમિશનરો અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથે કરી હતી.

લોકસભા ચૂંટણી 2019 અંગે ચૂંટણી પંચની આજની જાહેરાતની મુખ્ય હાઈલાઈટ્સ

  • ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ અગાઉ જાહેરાત કર્યા અનુસાર સાંજે બરોબર 5 વાગ્યે શરુ થઇ હતી.
  • આવનારી 3 જૂને હાલની લોકસભાની મુદત પૂર્ણ થાય છે.
  • લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે. સમગ્ર દેશમાં તેનું પાલન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે.
  • મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે આ ચૂંટણીઓના આયોજન માટે જાન્યુઆરી મહિનામાં અસંખ્ય વખત બેઠકો આયોજિત કરવામાં આવી હતી અને રાજ્યોની અસંખ્ય વખત મુલાકાતો પણ લેવામાં આવી હતી.
  • ચૂંટણી પંચે આવનારા સમય દરમ્યાન આવતા મહત્ત્વના તહેવારો અને લલણીની સિઝનને પણ ધ્યાનમાં લીધી હતી.
  • આ વખતે મત આપવાના બટન સામે ઉમેદવારનો ફોટો પણ મુકવામાં આવશે.
  • દરેક મતદાન મથકે VVPAT મશીનોનો ઉપયોગ કરવામાં આવશે.
  • રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ચૂંટણીના અડતાલીસ કલાક અગાઉ પણ લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.
  • સોશિયલ મિડિયા પર થતો પ્રચાર પણ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે અને આદર્શ આચારસંહિતાનો હિસ્સો રહેશે.
  • આ વખતે 7 તબક્કામાં ચૂંટણી આયોજિત થશે.
  • મતદાન – પ્રથમ તબક્કો: 11 એપ્રિલ, બીજો તબક્કો: 18 એપ્રિલ, ત્રીજો તબક્કો: 23 એપ્રિલ, ચોથો તબક્કો: 29 એપ્રિલ, પાંચમો તબક્કો: 6 મે, છઠ્ઠો તબક્કો: 19 મે અને સાતમો તબક્કો: 19 મે.
  • ગણતરી અને પરિણામો: 23 મે
  • ગુજરાતની તમામ 26 બેઠકો પર એક સાથે 23 એપ્રિલે મતદાન.
  • મતદાન પ્રથમ તબક્કો: આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, ઓડીશા, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ
  • મતદાન દ્વિતીય તબક્કો: આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણીપુર, ઓડીશા, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી
  • મતદાન ત્રીજો તબક્કો: આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ
  • મતદાન ચોથો તબક્કો: બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ
  • મતદાન પાંચમો તબક્કો: બિહાર, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ
  • મતદાન છઠ્ઠો તબક્કો: બિહાર, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી
  • મતદાન સાતમો તબક્કો: બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ