Featured|દેશદેશ

કોંગ્રેસમાં પણ દેશભક્તિ જાગી; પુરાવા માંગવા બદલ વરિષ્ઠ નેતાનું રાજીનામું

કોંગ્રેસમાં પણ દેશભક્તિ જાગી; પુરાવા માંગવા બદલ વરિષ્ઠ નેતાનું રાજીનામું

એવું નથી કે દરેક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના પરિવારની આંધળી ભક્તિ કરે છે. કોંગ્રેસમાં પણ એવા ઘણા આગેવાનો છે જે આજે પણ દેશપ્રેમની ભરપૂર લાગણી ધરાવે છે. આવા જ એક વરિષ્ઠ નેતા છે બિહાર કોંગ્રેસના પ્રવક્તા ડૉ વિનોદ શર્મા. વિનોદ શર્માએ શનિવારે કોંગ્રેસમાંથી એમ કહીને રાજીનામું આપી દીધું હતું કે કોંગ્રેસ દ્વારા બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના માંગવામાં આવેલા પૂરાવા અત્યંત શરમજનક છે.

માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ લગભગ તમામ વિપક્ષે દેશની વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા દર્શાવેલી વીરતા અંગે શંકા ઉભી કરીને એરસ્ટ્રાઈક્સના પૂરાવા માંગ્ય હતા અને તેમની દેશના વિવિધ હિસ્સાઓમાંથી ટીકા થઇ હતી.

પોતાના રાજીનામાંમાં ડૉ વિનોદ શર્માએ રાહુલ ગાંધીને ઉદ્દેશીને કહ્યું હતું કે અગાઉ પણ તેમણે ઈ મેઈલ દ્વારા તેમને વિનંતી કરી હતી કે તેઓ કાર્યકર્તાઓને જનતાની ભાવનાથી અવગત કરાવે, પરંતુ તમે મારા સૂચનની અવગણના કરી હતી. પુલવામા હુમલા બાદ જ્યારે આખો દેશ આક્રોશ મિશ્રિત શોકની લાગણી હતી અને દેશનો દરેક નાગરિક તેનો બદલો લેવા ઈચ્છતો હતો ત્યારે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પસ પર હુમલો કર્યો હતો અને પોતાનું અદમ્ય સાહસ બતાવ્યું હતું.

સમગ્ર દેશ જ્યારે વાયુસેનાની વિરતા અંગે ગૌરવ અનુભવતો હતો ત્યારે કોંગ્રેસે એરસ્ટ્રાઈક અને તેમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા અંગે પ્રશ્નો ઉઠાવીને અત્યંત શરમજનક પ્રદર્શન કર્યું હતું. જ્યારે એ સાબિત થઇ ચૂક્યું છે કે વાયુસેના દ્વારા કરવામાં આવેલા બોમ્બમારામાં 70 ફૂટ ઊંડા ખાડા પડી ગયા હતા અને આસપાસનો વિસ્તાર આગમાં સ્વાહા થઇ ગયો હતો ત્યારે ત્યાં રહેલો એકપણ આતંકવાદી કેવી રીતે બચી શકે? પરંતુ કોંગ્રેસી નેતાઓ દ્વારા કરવામાં આવેલા બેફામ નિવેદનોથી સેનાનું મનોબળ તૂટી શકે તેમ હતું.

આજે જનતા કોંગ્રેસને પાકિસ્તાનના એજન્ટ તરીકે જોઈ રહી છે અને મને મારી જાતને કોંગ્રેસી કહેવામાં શરમનો અનુભવ થઇ રહ્યો છે. મારા માટે દેશ મારી પાર્ટી કરતા ઉપર છે.