Featured|દેશદેશ

IT ડીપાર્ટમેન્ટના દરોડામાં AAP વિધાનસભ્ય સામે ચાલીને ફસાઈ ગયા

IT ડીપાર્ટમેન્ટના દરોડામાં AAP વિધાનસભ્ય સામે ચાલીને ફસાઈ ગયા

આપણે ત્યાં એક કહેવત છે કે “પોતાના પગ પર  જાતે જ કુહાડો મારવો!” આમ આદમી પાર્ટીના દિલ્હીના વિધાનસભ્ય નરેશ બાલ્યાન અત્યારે આ જ કહેવતને યાદ કરી કરીને રડતા હશે. નરેશ બાલ્યાન સામે ચાલીને ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના એક દરોડામાં ફસાઈ ગયા હતા.

શુક્રવારે ઇન્કમ ટેક્સ વિભાગ દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારથી વિધાન સભ્ય એવા બાલ્યાનને ઘેર દરોડો પાડવા ગયો હતો. અહીં તેણે નરેશ બાલ્યાન પાસેથી બે કરોડ રૂપિયાની કેશ જપ્ત કરી હતી. પરંતુ મજાની વાત તો એ હતી કે જ્યારે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે નરેશ બાલ્યાન ખુદ આ બે કરોડની કેશ લઈને પહોંચી ગયા હતા અને ઇન્કમ ટેક્સ અધિકારીઓએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.

નરેશ બાલ્યાનની ઇન્કમ ટેક્સ અધિકારીઓએ દ્વારકા વિસ્તારના સેક્ટર 12માં આવેલા પોકેટ 6 ના ફ્લેટ નંબર 86માંથી પકડ્યા છે. કહેવાય છે કે આ ફ્લેટ કોઈક પ્રોપર્ટી ડિલરનો છે જેનું નામ પ્રદીપ સોલંકી છે. જો કે પ્રદીપ સોલંકી અત્યારે જીવતો નથી અને તેના કોઈ સંબંધી સાથે ડીલ કરવા નરેશ બાલ્યાન ત્યાં આવી પહોંચ્યા હતા. ઇન્કમ ટેક્સ વિભાગે પ્રદીપ સોલંકીના આ સંબંધીની પણ ધરપકડ કરી છે.

અત્રે એ નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ કાયમ આમ આદમી પાર્ટી પાસે ફંડ ઓછું હોવાનું રોદણું રડતા હોય છે. હરિયાણામાં ચૂંટણી લડવા માટે તેમની પાસે ફંડ નથી એમ કહીને તેઓ સામાન્ય નાગરિકો પાસે ફંડ આપવાની દુહાઈ દેતા ફરતા હોય છે. ત્યારે બીજી તરફ તેમના જ પક્ષના વિધાનસભ્ય કરોડો રૂપિયાની હેરફેર કરતા પકડાય છે. તો આવામાં આમ આદમી પાર્ટી કેટલી ભરોસાપાત્ર છે તે કોઇપણ વ્યક્તિ આસાનીથી સમજી શકે તેમ છે.

અગાઉ પણ  નરેશ બાલ્યાન દિલ્હી સરકારના પૂર્વ મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટ કરવાની ધમકી આપવા બદલ વિવાદમાં આવી ચૂક્યા છે.