આયુષ્માન ભારત|દેશ

તાજા સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, રાજકોટ અને સુરત છવાયા

તાજા સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ, રાજકોટ અને સુરત છવાયા

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર સમયાંતરે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો બહાર પાડે છે. તાજા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતે મેદાન માર્યું છે. આ ત્રણેય શહેરો દેશના સહુથી સ્વચ્છ શહેરોમાં સામેલ થયા છે. અમદાવાદને તો સહુથી સ્વચ્છ મોટું શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે કોઈ પણ શહેરની વસ્તી 10 લાખથી વધારે હોય તેને સહુથી સ્વચ્છ મોટા શહેરની કેટેગરીમાં સમાવવામાં આવે છે.

જ્યારે 3-10 લાખની વસ્તી ધરાવતા સહુથી સ્વચ્છ શહેર તરીકે ઉજ્જેને બાજી મારી લીધી છે. રાજકોટ શહેર સમગ્ર દેશના ટોચના 100 શહેરોમાં સ્થાન પામ્યું છે, રાજકોટ આ યાદીમાં નવમાં સ્થાને આવ્યું છે. મધ્ય પ્રદેશના ઈન્દોરે સતત ત્રીજા વર્ષે પણ ભારતના સહુથી સ્વચ્છ શહેર તરીકેનો મરતબો જાળવી રાખ્યો છે. જ્યારે ઉત્તરાખંડના ગૌચર શહેરને સહુથી સ્વચ્છ ગંગાતટના શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.