Featured|દેશ

પ્રિયંકા ચોપરાને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પદેથી હટાવી દો: પાકિસ્તાનીઓ

પ્રિયંકા ચોપરાને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર પદેથી હટાવી દો: પાકિસ્તાનીઓ

લાગે છે આજકાલ પાકિસ્તાનીઓને બધી વાતની બીક લાગે છે. લાગે છે આજકાલ પાકિસ્તાનીઓને બધીજ વાતોનું ખોટું લાગી રહ્યું છે. પાકિસ્તાનીઓના નિશાન પર આજકાલ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા છે.

પુલવામા હુમલાના બદલા રૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર લગભગ સો કિલોમીટર ઘુસી જઈને બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પને ઉડાવી દીધો હતો. દરેક ભારતીયને પોતાની વાયુસેનાના આ પરાક્રમથી ગર્વ થાય જ અને પ્રિયંકા ચોપરા તેનાથી અલગ ન હોઈ શકે. પ્રિયંકા ચોપરાએ ભારતીય સશસ્ત્ર સેનાની પ્રશંસા કરતા માત્ર ‘જય હિન્દ’ લખેલી એક ટ્વીટ કરી હતી. બસ આ ટ્વીટ જોઇને પાકિસ્તાનીઓને ખોટું લાગી ગયું.

પાકિસ્તાનીઓએ પ્રિયંકા ચોપરા વિરુદ્ધ એક ઓનલાઈન પીટીશન શરુ કરી છે જેમાં યુનિસેફને કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રિયંકા ચોપરાને પોતાની ગુડવિલ એમ્બેસેડર તરીકે હટાવી દે કારણકે પ્રિયંકા ચોપરા યુદ્ધને સમર્થન કરી રહી છે. પાકિસ્તાનીઓનું કહેવું છે કે જો યુદ્ધ થશે અને તે પરમાણુ યુદ્ધમાં ફેરવાશે તો તે એક મોટી માનવીય હોનારતમાં પરિવર્તિત થશે. આથી યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર હોવાને નાતે પ્રિયંકાએ ઇન્ડિયન એરફોર્સના સમર્થનમાં ટ્વીટ કરવી જોઈતી ન હતી. તેણે શાંતિ અને નિષ્પક્ષતાનું પ્રદર્શન કરવું જરૂરી હતું.

હાલમાં જ શરુ કરવામાં આવેલી આ પીટીશન પર અત્યારસુધીમાં લગભગ બે હજાર જેટલા પાકિસ્તાનીઓએ સમર્થન કર્યું છે.

આ પ્રકારની હાસ્યાસ્પદ પીટીશન કરીને પાકિસ્તાનીઓ શું સાબિત કરવા માંગે છે તે જ ખબર નથી પડતી, કારણકે પ્રિયંકા ચોપરાને યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર તેની લોકપ્રિયતા અને સેલિબ્રિટી હોવાને લીધે બનાવવામાં આવી છે નહીં કે તેના ભારતીય હોવાને લીધે. ઉપરાંત યુનિસેફના કાર્યો સિવાય પ્રિયંકા એક અંગત વ્યક્તિ પણ છે અને તેના પણ અંગત મત હોઈ શકે છે. લાગતું નથી કે યુનિસેફ આ ઓનલાઈન પીટીશનનું પરિણામ ગમે તે હોય તેનો સ્વીકાર કરશે.