Featured|દેશ

54 અભિનંદન હજી પણ પાકિસ્તાની જેલોમાં સબડી રહ્યા છે

54 અભિનંદન હજી પણ પાકિસ્તાની જેલોમાં સબડી રહ્યા છે

પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરતા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની હદમાં પહોંચી ગયા હતા અને ત્યાં જ તેમનું જેટ તૂટી પડતા તેમણે પાકિસ્તાની વિસ્તારમાં ઉતરાણ કરવું પડ્યું હતું. ભારત સરકારના અથાગ પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય દબાણને લીધે 60 કલાકમાં જ વિંગ કમાન્ડર અભિનંદન સ્વદેશ પરત થઇ ગયા. પરંતુ ભૂતકાળમાં તમામ એરફોર્સ પાયલોટ અભિનંદનની જેમ નસીબદાર રહ્યા ન હતા.

1971માં બાંગ્લાદેશને આઝાદ કરવામાં જેમનો મુખ્ય હિસ્સો હતો તેવા 54 ભારતીય વીર જવાનો આજે 48 વર્ષ પછી પણ પાકિસ્તાની જેલોમાં ક્યાંક સબડી રહ્યા છે. આ સમયે ઇન્દિરા ગાંધીએ 90 હજાર પાકિસ્તાની યુદ્ધકેદીઓને તો છોડી મૂક્યા હતા પરંતુ ભારતીય યુદ્ધકેદીઓને છોડાવવાની કોશિશ ઇન્દિરા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેય ન કરી હતી. 1989માં પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કબૂલાત કરી હતી કે એ તમામ ભારતીય સૈનિકો પાકિસ્તાનમાં જ છે, પરંતુ ત્યારબાદ જનરલ પરવેઝ મુશર્રફે આ આખી વાત ઉડાડી દીધી હતી.

1971ના બાંગ્લાદેશ યુદ્ધ બાદ થયેલા શિમલા કરારમાં ભારતે પૂર્વ સરહદેથી પકડેલા 93,007 યુદ્ધકેદીઓ જેમાંથી 72,795 યુદ્ધકેદીઓ પાકિસ્તાનીઓ હતા તેમને છોડી મુકવાની ઉતાવળ કરી પરંતુ પોતાના 54 યુદ્ધકેદીઓ વિષે જે પાકિસ્તાને પશ્ચિમ સરહદેથી પકડ્યા હતા તેમના વિષે તે સમયની ઇન્દિરા ગાંધીએ કોઈ પ્રકારની પરવા જ ન કરી. સમય જતાં પાકિસ્તાન સરકારે તો આ પ્રકારે કોઈ કેદીઓ તેની પાસે છે એ અંગે જ ઇનકાર કરવાનો શરુ કરી દીધો હતો.

પરંતુ ત્યારબાદ સમયાંતરે આ કેદીઓ પાકિસ્તાનમાં હોવાના સબૂત મળતા આવ્યા છે. બેનઝીર ભુટ્ટોએ તો અગાઉ કહ્યું તે અનુસાર પોતાની આત્મકથામાં આ વાત સ્વીકારી હતી તો 1972માં ટાઈમ મેગેઝીનમાં એક ફોટો છાપવામાં આવ્યો હતો જેમાં એક જેલમાં પૂરાયેલો યુદ્ધકેદી હતો. ભારતમાં રહેતા આ યુદ્ધકેદીના પરિવારે તેનો ચહેરો તુરંત જ ઓળખી લીધો હતો.

એક અમેરિકન જનરલ ચક યિગર જેમને શીતયુદ્ધના સમય દરમ્યાન રશિયામાં બનેલા વિમાનોના પાયલોટનો અનુભવ જાણવો હતો તેમણે જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે આ ભારતીય પાયલોટને મળ્યા હોવાનું નોંધ્યું હતું, કારણકે ભારત એ સમયે રશિયન બનાવટના જ યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરતું હતું. કહેવાય છે કે આ યુદ્ધકેદીઓમાંથી મોટાભાગનાને પાકિસ્તાનની કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યા છે.

2003માં જ્યારે ભારતમાંથી એક NGO પાકિસ્તાનમાં સરબજીત સિંગને મળવા કોટ લખપત જેલમાં ગયું હતું ત્યારે પોતપોતાના સેલમાંથી 11 જેટલા કેદીઓએ બૂમો પાડીને કહ્યું હતું કે તેઓ 1971ના યુદ્ધકેદીઓ છે. બીજા કેદીઓ પાકિસ્તાનની અન્ય જેલોમાં છે અને કેટલાક તો મૃત્યુ પણ પામ્યા છે.

આમ હાલની સરકારને વિંગ કમાન્ડર અભિનંદનની ત્વરિત મુક્તિનો જશ ન આપતા અમુક લોકોને એ સવાલ પૂછવાની ખાસ જરૂર છે કે તેઓ આ 54 અન્ય અભિનંદનો માટે અત્યારસુધીની કોંગ્રેસ સરકારોએ કેમ કશું ન કર્યું તેવો સવાલ ઉઠાવશે કે નહીં? કદાચ નહીં કારણકે આ પ્રકારનો પ્રશ્ન પૂછવા માટે જે હિંમત અને ઇચ્છાશક્તિની જરૂર છે તે આ લોકોમાં નથી.