Featured|દેશ

મસૂદ અઝહર મૃત્યુ પામ્યો છે?: સમાચાર

મસૂદ અઝહર મૃત્યુ પામ્યો છે?: સમાચાર

આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને જૈશ એ મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર મૃત્યુ પામ્યો હોવાના મિડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. જો કે પાકિસ્તાની સરકારે હજી સુધી આ સમાચારને પુષ્ટિ આપી નથી. ગયા અઠવાડિયે ભારત દ્વારા જૈશના સહુથી મોટા આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ સ્વીકાર્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે અને તેની તબિયત સારી નથી.

મસૂદ અઝહર પોતાની ગંભીર બીમારીને કારણે કે પછી ભારતીય હવાઈ હુમલાઓમાં માર્યો ગયો છે તે અંગે હજી પણ એક સરખી અટકળો ચાલી રહી છે.

14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 40 CRPF  જવાનોને એક આત્મઘાતી હુમલામાં શહીદ કરવામાં આવ્યા હતા. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકારી હતી. ત્યારબાદ ભારતે વાયુસેનાની મદદથી પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટમાં આવેલા જૈશના સહુથી મોટા કેમ્પ પર હુમલો કરીને તેને લગભગ નેસ્તનાબૂદ કરી દીધો હતો.