Featured|દેશ

ભારતના વડાપ્રધાન રોકસ્ટાર છે!: ચાઇનીઝ મિડિયા

ભારતના વડાપ્રધાન રોકસ્ટાર છે!: ચાઇનીઝ મિડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ સહુથી લોકપ્રિય આગેવાનોમાંથી એક છે. વિશ્વના ઘણા દેશોના લોકો હવે તેમને માત્ર તેમના ચહેરાથી ઓળખી જઈને તેમનું નામ પણ બોલતા હોય છે. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વના વખાણ દેશના મિત્રરાષ્ટ્રો કરે એ સમજી શકાય તેવી વાત છે, પરંતુ જો ભારતના પ્રતિસ્પર્ધી રાષ્ટ્ર ચીનનું મિડિયા પણ તેમની પ્રશંસામાં પૂલો બાંધવા માંડે તો? આશ્ચર્ય પમાડે તેવું છે ને?

હાલમાં જ ચીનની સરકારી ચેનલ CGTN પણ ચાઇનીઝ નિષ્ણાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્ત્વ શક્તિના વખાણ કર્યા હતા અને તેમની કાર્યશૈલીની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. આટલું જ નહીં પરંતુ આ ચાઇનીઝ નિષ્ણાતે વડાપ્રધાન મોદીને ‘રોકસ્ટાર’ની ઉપમા પણ આપી હતી કારણકે તેઓ ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકચાહના મેળવી રહ્યા છે.

આવો જોઈએ આ વિડીયો જેમાં ચાઇનીઝ નિષ્ણાત વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યા છે.

Chinese Media praises PM Narendra Modi!

Chinese Media praises PM Narendra Modi!

The Youth – Politicsさんの投稿 2019年2月28日木曜日