Featured|દેશ

ઇમરાન સારા વડાપ્રધાન; સરકાર સ્ટ્રાઈકના સબૂત આપે: દિગ્વિજય

ઇમરાન સારા વડાપ્રધાન; સરકાર સ્ટ્રાઈકના સબૂત આપે: દિગ્વિજય

વિંગ કમાન્ડર અભિનંદનની ભારત વાપસી માટે વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંગે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ઇમરાન ખાને એ સાબિત કરી આપ્યું છે કે પાકિસ્તાન એક સારું પાડોશી છે. સાથેસાથે દિગ્વિજય સિંગે ભારત સરકાર પાસે એર સ્ટ્રાઈકના સબૂત પણ માંગ્યા હતા.

ઇન્દોરમાં પત્રકારો સાથે વાતચીતમાં દિગ્વિજય સિંગે કહ્યું હતું કે તેઓ અભિનંદનની રિહાઈ માટે ઈમરાનની પ્રશંસા કરે છે અને હવે તેઓ હાફિઝ સઈદ અને અઝહર મસુદને પણ ભારતને સોંપી દેશે એવી તેમને આશા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે સંબંધો ખરાબ છે ત્યારે પણ ઈમરાને સદભાવના બતાવી છે અને પાકિસ્તાને આપણને આપણો પાયલોટ પરત આપ્યો છે જે ઘણું સારું પગલું છે તેમ દિગ્વિજયે ઉમેર્યું હતું.

ભારત સરકારને પ્રશ્ન પૂછતાં દિગ્વિજયે કહ્યું હતું કે જો અમેરિકા ઓસામા બિન લાદેનને પકડવાના સબૂત આપી શકતું હોય તો ભારતે પણ પાકિસ્તાન પર હાલમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના સબૂત આપવા જોઈએ.