Featured|દેશ

મોદી સરકારની મોટી કૂટનૈતિક જીત: અભિનંદન કાલે માતૃભૂમિ પરત આવશે

મોદી સરકારની મોટી કૂટનૈતિક જીત: અભિનંદન કાલે માતૃભૂમિ પરત આવશે

ભારત સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ પાકિસ્તાને આખરે ઝૂકવું પડ્યું છે અને વિંગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે છોડવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સંયુક્ત સત્રને સંબોધન કરતા આ નિર્ણયની જાહેરાત કર હતી. જો કે ઇમરાન ખાને કહ્યું હતું કે તેઓ શાંતિના પગલાં રૂપે વિંગ કમાન્ડર અભિનંદનને છોડી રહ્યા છે અને તેને પાકિસ્તાનની કમજોરી સમજવામાં ન આવે.

આ અગાઉ સવારે પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક પાકિસ્તાની ટીવી ચેનલને કહ્યું હતું કે જો ભારત સાથે હાલની પરિસ્થિતિ સુધરતી હોય તો તેઓ વિંગ કમાન્ડર અભિનંદનને પરત કરવા તૈયાર છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અભિનંદનને યુદ્ધકેદી ગણવા કે કેમ તે અંગે ફેંસલો બે દિવસમાં લેવામાં આવશે. કુરેશીએ એમ પણ કહ્યું હતું કે ઇમરાન ખાન વડાપ્રધાન મોદીને ફોન કોલ કરવા માટે પણ તૈયાર છે.

આ બયાનના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે શબ્દો ચોર્યા વગર કહ્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ માટે કોઈજ શરત કે સોદો ભારતને મંજૂર નથી અને તેને ત્વરિત છોડી મુકવામાં આવે.

જનરલ અશોક મહેતાએ કહ્યું હતું કે કોઈ યુદ્ધકેદીને ચોવીસથી અડતાળીસ કલાકમાં છોડી મુકવામાં આવે તે અભૂતપૂર્વ ઘટના છે.

આ ત્યારે શક્ય બન્યું છે જ્યારે મજબૂત અને નિર્ણાયક નેતૃત્ત્વ હાજર હોય. આપણી નેતાગીરીએ અભિનંદનની મુક્તિ માટે બિલકુલ મચક નહોતી આપી. આ જ ન્યૂ ઇન્ડિયા છે જે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે સક્ષમ છે.