Featured|દેશ

પાકિસ્તાનના જેટને પાડી દીધા બાદ ભારતીય મીગ ક્ષતિગ્રસ્ત પાયલોટ મિસિંગ

પાકિસ્તાનના જેટને પાડી દીધા બાદ ભારતીય મીગ ક્ષતિગ્રસ્ત પાયલોટ મિસિંગ

આજે સવારે પાકિસ્તાનના F16 ફાઈટર જેટ્સે ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું જેના જવાબમાં ભારતીય વાયુદળે એક F16 ફાઈટર જેટ તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન ભારતનું એક મિગ પણ તૂટી પડીને પાકિસ્તાની સીમામાં ઘૂસી ગયું હતું અને તાજા સમાચાર અનુસાર તેનો પાયલોટ મિસિંગ છે. આવી હાલતમાં કાશ્મીરનું સંપૂર્ણ એરફિલ્ડ સીલ કરી દેવામાં આવ્યું છે.

આપણા મિગના તૂટી પડવાના અને પાયલોટ મિસિંગ થવાના સમાચારની પુષ્ટિ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાનનું એક વિમાન ઇન્ડિયન એરફોર્સ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં આપણું એક મિગ ક્ષતિગ્રસ્ત થયું છે અને વિમાનનો પાયલોટ મિસિંગ છે. પાકિસ્તાનની વાયુસેનાએ ભારતીય રક્ષા ઠેકાણાંઓને નિશાન બનાવીને આજે સવારે હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના જેટને પાડી દીધા બાદ ભારતીય મીગ ક્ષતિગ્રસ્ત પાયલોટ મિસિંગ

રવિશ કુમારના બયાન બાદ આજે પાકિસ્તાની સેનાએ પણ ભારતીય પાયલોટની ધરપકડ કરવાનો દાવો કર્યો છે.