Featured|દેશ

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક્સ કરવાનો પ્લાન બનાવનાર એર ચીફ માર્શલ ધનોઆ

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક્સ કરવાનો પ્લાન બનાવનાર એર ચીફ માર્શલ ધનોઆ

ગઈકાલે વહેલી સવારે ભારતના વાયુદળે પાકિસ્તાનના ત્રણ આતંકી કેમ્પો પર હુમલો કરીને તેમને નેસ્તનાબૂદ કરી દીધા હતા. જાણવા મળ્યા અનુસાર પુલવામા હુમલાના બીજે જ દિવસે ભારતના એર ચીફ માર્શલ બીરેન્દર સિંગ ધનોઆએ પાકિસ્તાન પર આ રીતે હુમલો કરવાની ફૂલપ્રૂફ યોજના સરકાર સમક્ષ રજુ કરી દીધી હતી. ગઈકાલના હુમલા સમયે પણ ધનોઆ સતત આ હુમલા પર નજર રાખી રહ્યા હતા.

તો આવો જાણીએ કે કોણ છે આપણા આ વીર એર ચીફ માર્શલ જેમણે આટલી સુંદર રીતે પાકિસ્તાનમાં રહેલા આતંકી કેમ્પોનો ખુડદો બોલાવી દીધો.

  • એર ચીફ માર્શલ બી એસ ધનોઆ છેલ્લા 26 વર્ષથી ભારતીય વાયુસેનામાં કાર્યરત છે.
  • 1999ના કારગીલ યુદ્ધમાં બી એસ ધનોઆએ ફાઈટર સ્કવોડ્રનની આગેવાની તે સમયના IAF ચીફ એ વાય ટીપનીસ સાથે મળીને કરી હતી. ધનોઆને લીધે જ ઉંચી પહાડીઓ પર ભારતના જેટ ફાઈટર્સે સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી.
  • કહેવાય છે કે કારગીલ યુદ્ધ સમયે બી એસ ધનોઆએ એ કાર્યની સઘળી જવાબદારી પોતાના માથે લઇ લીધી હતી અને જો તેમની કાર્યવાહી સફળ નહીં રહે તો પણ તેઓ જ તેના માટે જવાબદાર રહેશે તેમ કહ્યું હતું.
  • પોતાની 26 વર્ષની કારકિર્દીમાં બી એસ ધનોઆએ અસંખ્ય ફાઈટર જેટ્સ ઉડાવ્યા છે જેમાં HJT-16 કિરણ, મીગ 21, SEPECAT, જેગુઆર, મીગ 29 અને સુખોઈ 30MKI સામેલ છે.
  • પોતાની સળંગ કારકિર્દી દરમ્યાન એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ વિવિધ પુરસ્કારો પણ જીત્યા છે જેમાં, પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, વાયુસેના મેડલ, ઓપરેશન વિજય મેડલ, સૈન્ય સેવા મેડલ, આઝાદીના 50 વર્ષ પર મેડલ, 30 વર્ષની કારકિર્દીનો મેડલ વગેરે સામેલ છે.