Uncategorized

ભારતની એર સ્ટ્રાઈક્સ બાદ સેના અને સરકાર પર પાકિસ્તાનીઓ તૂટી પડ્યા

ભારતની એર સ્ટ્રાઈક્સ બાદ સેના અને સરકાર પર પાકિસ્તાનીઓ તૂટી પડ્યા

આજે વહેલી સવારે ભારતીય વાયુદળના ઝંબાઝ પાયલોટોએ પાકિસ્તાનમાં ઊંડે સુધી ઉડાન ભરી અને આતંકવાદી કેમ્પસ નષ્ટ કરી દીધા હતા. નવાઈની વાત એ  હતી કે વીસથી પચીસ મિનીટ ચાલેલા ઓપરેશન દરમ્યાન પાકિસ્તાની હવાઈદળની હાજરી ક્યાંય દેખાઈ નહીં. ઉલટું પાકિસ્તાન એરફોર્સના જે બે જેટ ફાઈટરોએ ભારતના જેટ્સનો પીછો કરવાની કોશિશ કરી તેમણે ભારતીય ફાઈટર જેટ્સની ઘેરાબંધી જોઇને ત્યાંથી નાસી જવાનું વધુ પસંદ કર્યું હતું.

આ ઘટના બાદ પાકિસ્તાની મિડિયા, રાજકારણીઓ તેમજ દેશવાસીઓ આઘાતમાં છે. ગઈકાલે કદાચ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિને હજી એક તક આપવાની વિનંતી કરી હતી. કદાચ હવે તેમની પોલ પોતાની જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનીઓ પાકિસ્તાની સેના અને સરકારને આ હિમાલય જેવી નિષ્ફળતા બદલ મણ મણની ચોપડાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં જે પક્ષની સરકાર છે તે PTIએ શરૂઆતમાં એવી ટ્વીટ કરી હતી કે ખરેખર તો ભારતના જેટ ફાઈટર્સ પાકિસ્તાની જેટ્સને જોઇને ભાગી ગયા છે. તેની કડક પ્રતિક્રિયા પાકિસ્તાનીઓએ આપી હતી. ચાલો આપણે જોઈએ, એક પછી એક ટ્વીટ્સ.