Featured|દેશ

તાજા ટાઈમ્સ મેગા પોલે લોકસભાની ચૂંટણીનું પરિણામ અત્યારથી જ સ્પષ્ટ કરી દીધું

560views

બસ થોડા જ દિવસોમાં ભારતનું ચૂંટણી પંચ આવનારી લોકસભાની તારીખોની ઘોષણા કરી દેવાનું છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને પરત આવવાનો જનાદેશ મળશે કે કેમ એ અંગે જો કોઈને દ્વિધા હોય તો તે ન રહેવી જોઈએ કારણકે એક મોટા સંકેત સ્વરૂપે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ટાઈમ્સ મેગા પોલમાં ભાગ લેનારા હિસ્સેદારોએ વડાપ્રધાન તરીકે ફરીએકવાર નરેન્દ્ર મોદીએ પસંદ કરી લીધા છે.

ટાઈમ્સ મેગા પોલમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને ત્રણ ચતુર્થાંશ જેટલી મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું છે. આમ એ શક્યતાઓ વધી ગઈ છે કે આવનારી ચૂંટણીઓમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને શાસક પક્ષ તરીકે NDA ગઠબંધન પરત આવે.

આ સરવેમાં પાંચ લાખથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો જેથી તેની વિશ્વસનીયતા પર કોઈજ શંકા ન હોવી જોઈએ.આ સરવેમાં અલગ અલગ સવાલો પૂછવામાં આવ્યા હતા. તો ચાલો જોઈએ કે દરેક પ્રશ્નના જવાબમાં સરવેમાં ભાગ લેનારાઓએ કયા પ્રકારના જવાબો આપ્યા છે.

  • વડાપ્રધાન તરીકે તમે કોને જોવા પસંદ કરો છો?: નરેન્દ્ર મોદી: 83.89%, રાહુલ ગાંધી: 8.33%, મમતા બેનરજી 1.44%, માયાવતી 0.43%, અન્ય: 5.92%
  • શું રફેલ મામલે NDAને લોકસભા ચૂંટણીમાં કોઈ નુકશાન થશે?: ના: 74.59%, હા 17.51%, ખબર નથી: 7.9%
  • લોકસભાની ચૂંટણી બાદ કઈ પરિસ્થિતિ સામે આવશે: મોદીના નેતૃત્વમાં NDA સરકાર: 83.03%, કોંગ્રેસના નેતૃત્ત્વમાં ગઠબંધન સરકાર: 9.25%, મોદી વગરની NDA સરકાર 4.25%, મહાગઠબંધન સરકાર 3.47%
  • મોદી સરકારની સહુથી મોટી ઉપલબ્ધી: ગરીબો માટેની યોજનાઓનો વિસ્તાર 34.39%, GST 29.09%, સ્વચ્છ ભારત: 18.68%, સર્જીકલ સ્ટ્રાઈક: 17.84%
  • મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો?: બહુ જ સારો: 59.51%, સારો: 22.29%, એવરેજ: 8.25%, ખરાબ: 9.94%
  • શું મોદી સરકારના રાજમાં લઘુમતીઓ ભય અનુભવે છે?: ના: 65.51%, હા: 24.26%, ખબર નથી: 10.24%
  • શું ગરીબ સવર્ણોને 10% અનામત ચૂંટણીઓમાં ભાજપને ફાયદો કરાવશે: હા: 72.66%, ના: 15.25%, ખબર નથી: 12.1%
  • 2019 લોકસભા ચૂંટણીનો સહુથી મોટો મુદ્દો?: રોજગારી 40.2%, ખેડૂતોની સમસ્યા: 21.8%, રામમંદિર: 10%
  • શું 2014 પછી રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થયો છે? ના: 63%, હા: 31%, ખબર નથી: 6%

આ પોલના પરિણામો વિશ્વસનીય રહે તે માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ માત્ર ઈમેઈલ દ્વારા જ મળેલા જવાબોને યોગ્ય ગણ્યા હતા જેથી વ્યક્તિ દીઠ એક મત ગણાય. આમ ભારે બહુમતિ સાથે આ સરવેમાં નરેન્દ્ર મોદીની સરકારને ફર્સ્ટ ક્લાસ પાસ કરવામાં આવી છે.