બીઝનેસ

ઈશાના લગ્નમાં અંબાણી પરિવારનો ‘અમે ગુજ્જુ’ ગીત પર ડાન્સ જોયો!

142views

ગઈકાલે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલા’ ખાતે ઇશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન તમામ રીતી-રિવાજો સાથે સંપન્ન થયા. આ લગ્નમાં આશરે 2200 લોકોને આમંત્રણ હતું જેમાં અંબાણી પરિવારના સગા સંબંધીઓ, વ્યાપાર જગતના મિત્રો, રાજનેતાઓ, બૉલીવુડ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની પત્ની અને ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ ચૂંટણી લડી ચૂકેલા હિલેરી ક્લિન્ટન્ટ પણ હાજર રહ્યા હતા. ઈશા અંબાણીના લગ્ન પહેલા તમામ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર બીયોન્સે એ પરફોર્મ કર્યું હતું. બીયોન્સેના આ એક પરફોર્મન્સ માટે 20-25 કરોડ આપવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર પુરા લગ્નનો ખર્ચ 700 કરોડ રૂપિયા થયા છે.

ગઈકાલે ઈશા અંબાણી અને આનંદ પરિમલના લગ્ન થયા તેની કેટલીક યાદગીરીઓ આ વીડિયોમાં તમે જોઈ શકો છો. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન ‘કન્યાદાન’ નો મતલબ અને મહત્વ હાજર રહેલા મહેમાનોને જણાવતા નજરે ચડી રહ્યા છે.

લગ્ન પહેલા ઉદયપુર ખાતે પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ કલાકારોથી માંડીને બૉલીવુડના દિગ્ગજો એ પરફોર્મ કર્યું હતું. જેમાં બીયોન્સે, શાહરુખ ખાન-ગૌરી ખાન, સલમાન ખાન, કરણ જોહર અને એશ્વર્યા-અભિષેક જેવા દિગ્ગજો એ ડાન્સ કર્યો હતો. મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના ડાન્સ પરફોર્મન્સ સમયે બૉલીવુડ કિંગ શાહરુખ ખાન બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરી રહ્યા હતા. અંબાણી પરિવારે પણ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું જેમાં પુરા પરિવારે ‘અમે ગુજ્જુ’ ગીત પર ડાન્સ કરી માહોલ ગુજ્જુમય બનાવી દીધો હતો.