મનોરંજન

લે બોલો! સોનાક્ષી સિંહા એ એમેઝોન પરથી અઢાર હજારના હેડફોન મંગાવ્યા અને મળ્યો અઢાર હજારની કિંમતનો ભંગાર

284views

શું તમે પણ ઓનલાઇન ખરીદી કરો છો? તો તમે પણ કદાચ ઓનલાઈન ખરીદીમાં ક્યારેક છેતરાણા હસો અથવા કોઈકની સાથે થયેલી છેતરામણી વિસે સાંભળ્યું હશે. ખોટી પ્રોડક્ટ ડિલિવરી થઈ જવી, ડિફેકટિવ પ્રોડક્ટ મળવી વગેરે વગેરે આપણી સૌ સાથે થયું હશે પરંતુ આ ઓનલાઇન છેતરામણીનો શિકાર હવે બોલીવુડ હિરોઈન સોનાક્ષી સિંહા પણ થઈ છે. એમેઝોન પર શોપિંગ કરતા સોનાક્ષીને અઢાર હજારનો ભંગાર મળ્યો છે.

એમેઝોન પર ઓનલાઇન શોપિંગ કરતી વખતે સોનાક્ષી સિંહા એ અઢાર હજારના બોસ કંપનીના હેડફોન પસંદ કર્યા હતા પરંતુ એમેઝોન એ તેને અઢાર હજારના હેડફોન ડિલિવર કરવાની જગ્યાએ અઢાર હજારના ભંગાર ડિલિવર કરી દીધો હતો. જે બાદ સોનાક્ષી એ ટ્વિટર પર પોતાનો ગુસ્સો ફોડ્યો હતો. સોનાક્ષી એ ટ્વિટ કરતા લખ્યું હતું કે “હેય @amazonIN ! જુઓ મારા @bose હેડફોનના બદલામાં મને શું મળ્યું! આ બરોબર પેક કરેલું બોક્સ જે ખૂલેલું પણ ના હતું પણ…ખાલી બહારથી. અને તમારા કસ્ટમર કેર વાળા પણ મદદ કરવા માટે તૈયાર ના હતા જે વધારે ખરાબ છે”

સોનાક્ષી સિંહા એ તે બાદ ફરી એક ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, “કોઈએ અઢાર હજાર રૂપિયાનો ભંગાર ખરીદવો છે? ચિંતા ના કરો આ હું વેચું છું ના કે @amazonIN એટલે તમને જે કીધું છે તે જ મળશે”

સોનાક્ષી સિંહા દ્વારા આ ટ્વિટર બૉમ્બ ફોડ્યા બાદ તુરંત @AmazonHelp દ્વારા ટ્વિટર પર માફી માંગવામાં આવી હતી અને સોનાક્ષીની ટ્વિટનો જવાબ દેતા કહેવામાં આવ્યું હતું કે “ઓહ! આ અસ્વીકાર્ય છે. તમારા ઓર્ડર અને કસ્ટમર કેરના ખરાબ અનુભવ બદલ માફી માંગીએ છીએ. તમારી ડિટેલ્સ જણાવો જેથી અમે તમને મદદ કરી શકીએ”

સોનાક્ષીની આ ટ્વિટ બાદ ઘણા લોકોએ એમેઝોનનો મજાક ઉડાવ્યો તો ઘણા લોકોએ એમેઝોનના જવાબ બાદ ટોણો મારતા કહ્યું હતું કે આ સારું લાગ્યું કે એમેઝોન આમ આદમી હોઈ કે સેલિબ્રિટી બધા સાથે આવી રીતે જ વાત કરે છે.

(નોંધ: અહીં આપને જણાવવું જરૂરી છે કે ઓનલાઇન ખરીદેલી પ્રોડક્ટ જો ડિફેકટિવ હોઈ તો તમે કસ્ટમર કેર અથવા ઓનલાઇન શોપિંગ એપ થકી વસ્તુ પાછી કરી શકો છો અને રિપ્લેસમેન્ટ અથવા રિફંડ મેળવી શકો છો. જો તમારી ફરિયાદ ના સાંભળવામાં આવતી હોઈ કે ના ઉકેલવામાં આવતી હોઈ તો તમે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જઈને કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો અને કેસ જીતતા પ્રોડકટની કિંમત, કેસ દરમિયાન તમારો ન્યાયિક ખર્ચ અને અન્ય ખર્ચ કંપની પાસેથી વળતર સ્વરૂપે મેળવી શકો છો. અહીં આપનું એ જાણવું પણ જરૂરી છે કે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ગયેલ ફરિયાદમાં 90-95% કેસોમાં જીત હંમેશા ગ્રાહકની જ થઈ છે.)