ગુજરાતટેકનોલોજી

ડિજીટલ ઇન્ડિયાના ઇ-વિધાનસભા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભા બની ડિજીટલ, પેપરલેસ અને ઓનલાઇન

ડિજીટલ ઇન્ડિયાના ઇ-વિધાનસભા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભા બની ડિજીટલ, પેપરલેસ અને ઓનલાઇન

 

હાલ ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોએ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો લેખિતમાં પત્ર લખીને પૂછવો પડે છે. જે બાદમાં વિભાગીય અધિકારી જે-તે વિભાગને પત્ર લખીને જવાબ માંગે છે. ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકાર ધીમે ધીમે તમામ સરકારી કચેરીઓ પેપરલેસ અને ઓનલાઇન કરી રહી છે. આ જ પ્રોજેક્ટ અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા પણ પેપરલેસ થઈ રહી છે. એટલે કે હવે ધારાસભ્યો પોતાનો પ્રશ્નો ઓનલાઇન જ પૂછી શકશે, જેના જવાબ તેમને ઓનલાઇન જ મોબાઇલ એપ્લિકેશનમાં મળી જશે. હાલ દેશમાં ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત 44 જેટલા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં ઇ-સંસદ અને ઇ-વિધાનસભા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ માટેની એપ્લિકેશન અને વેબસાઇટ લોંચ કરી દેવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની વર્તમાન વ્યવસ્થા

હાલ ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોએ જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો લેખિતમાં પત્ર લખીને પૂછવો પડે છે. જે બાદમાં વિભાગીય અધિકારી જે-તે વિભાગને પત્ર લખીને જવાબ માંગે છે. બાદમાં પ્રશ્ન પૂછનાર ધારાસભ્યને જવાબ મોકલવામાં આવે છે. ઈ-વિધાનસભા લોંચ થતાની સાથે જ આ બધું કામ ઓનલાઇન જ થઈ જશે. એટલે કે ધારાસભ્યએ કોઈ પત્ર લખવાની જરૂર નથી. તેઓ ઓનલાઇન જ પ્રશ્ન મંગાવી શકશે. આ ઉપરાંત જે-તે વિભાગ તેમને ઓનલાઇન જ જવાબ મોકલી આપશે.

ગુજરાત વિધાનસભાના ડિજિટાઇઝેશનથી થશે આ લાભો

ઇ-વિધાનસભાને કારણે ધારાસભ્ય અને જે-તે વિભાગના સમયમાં બચત થશે. કારણ કે પત્ર મોકલવા અને મેળવવામાં જે સમય લાગતો હતો તે બચી જશે. એટલું જ નહીં પત્ર લખવા અને મોકલવા માટે સ્ટેમ્પ અને બીજા જરૂરી ખર્ચ થતાં હતાં તે પણ ઓછા થઈ જશે. એટલું જ નહીં વિધાનસભા ઉપરાંત રાજ્યસભા અને સંસદમાં કેવા કેવા પ્રશ્નો રજૂ થયા અને તેમના કેવા જવાબો રજૂ થયા તે પણ ઓનલાઇન જ જાણી શકાશે. આ માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના અંગે હાલ તમામ સાંસદો અને તમામ રાજ્યના ધારાસભ્યોને તાલિમ આપવામાં આવી રહી છે.

ડિજીટલ ઇન્ડિયાના ઇ-વિધાનસભા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વિધાનસભા બની ડિજીટલ, પેપરલેસ અને ઓનલાઇન

નેશનલ ઇ-વિધાન એપ્લીકેશન અને વેબસાઈટ – NEVA

ભારત સરકારના સંસદીય કાર્ય મંત્રાલયના મિશન મોડ પ્રોજેક્ટ નેશનલ ઇ-વિધાન એપ્લીકેશન– NEVA અંગેના ઓરીએન્ટેશન વર્કશોપમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના ડીજીટલ યુગમાં માહિતી અખૂટ છે પરંતુ વિખરાયેલી છે ત્યારે NEVA એપ્લીકેશન દ્વારા દેશના તમામ વિધાનમંડળોની સચોટ અને સ્પષ્ટ માહિતી માત્ર એક જ ક્લીક દ્વારા લોકોને ઉપલબ્ધ થશે. NEVA તમામ રાજ્યના વિધાનમંડળોની કાર્યપદ્ધતિ ઓટોમેટેડ અને પેપરલેસ બનાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકારના સંસદીય કાર્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અને NEVA ના મિશન લિડર ડૉ.સત્યપ્રકાશે જણાવ્યું હતું કે NEVA તમામ રાજ્યના વિધાનમંડળોની કાર્યપદ્ધતિ ઓટોમેટેડ અને પેપરલેસ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

ગુજરાતના ધારાસભ્યોને માટે વર્કશોપ

સોમવારે ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે ભારત સરકારના સંસદીય કાર્યમંત્રાલયના મિશન મોડ પ્રોજેકટ નેશનલ ઈ-વિધાન એપ્‍લિકેશન – NEVA અંગેનો ઓરીએન્‍ટેશન વર્કશોપ યોજાયો હતો. લોકોને પ્રજાના પ્રતિનિધિ એટલે કે ધારાસભ્‍યો અને સંસદસભ્‍યોની કામગીરી અને કાર્યવાહીની સચોટ, સમયસર અને સરળતાથી એક જ જગ્‍યાએથી માહિતી મળી રહે તે માટે દેશભરના 40 વિધાનમંડળોને એક જ જગ્‍યાએ ઉપલબ્‍ધ કરાવતી નેશનલ ઈ-વિધાન એપ્‍લીકશેન – NEVA ભારત સરકારના સંસદીય કાર્યમંત્રાલય ઘ્‍વારા ‘‘ડિજીટલ ઈન્‍ડિયા’’ કાર્યક્રમ હેઠળ મિશન મોડ પ્રોગ્રામ તરીકે તૈયાર કરવામાં આવી રહી છે.