દેશટેકનોલોજી

સિંગાપોરનાં ફિનટેક ફેસ્ટીવલમાં PM મોદીએ કહ્યું, “ભારતની નવી આર્થિક નીતિથી 130 કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું”

સિંગાપોરનાં ફિનટેક ફેસ્ટીવલમાં PM મોદીએ કહ્યું, “ભારતની નવી આર્થિક નીતિથી 130 કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક બેઠક અને ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી બેઠકમાં ભાગ લેશે તથા અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પ્રધાનમંત્રી મોદી મંગળવારે મોડી રાતે સિંગાપોર પહોંચ્યા હતા. અહીં હળવા વરસાદ વચ્ચે પણ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી સિંગાપોરમાં  આસિયાન નેતાઓ સાથે ભારત-આસિયાન શિખર બેઠકમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી 13મા પૂર્વ એશિયા શિખર સંમેલન  તથા ક્ષેત્રીય બૃહદ આર્થિક ભાગીદારી શિખર બેઠકમાં પણ સામેલ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં આયોજિત ફિનટેક ફેસ્ટિવલમાં કી-નોટ ભાષણ આપ્યું હતું.

 

સિંગાપોરનાં ફિનટેક ફેસ્ટીવલમાં PM મોદીએ કહ્યું, “ભારતની નવી આર્થિક નીતિથી 130 કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું”

જાણો ફિનટેક ફેસ્ટીવલ વિશે

આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનું સ્થાન અનિવાર્ય તેમજ મહત્વનું બની ગયું છે. ફિનટેકનું પૂરું નામ છે  ફાઇનાન્સિયલ ટેકનોલોજી એટલે કે ફાઈનાન્સ સંબંધી સુવિધાઓનો ટેકનોલોજી સાથેનો સમન્વય. પહેલાના સમયમાં બેન્કિંગ સંબંધિત સેવાઓ માટે લોકોએ બેંક સુધી જવું પડતું અને બેન્કિંગ સેવાઓનો લાભ મેળવવા લાંબી અને પારંપરિક પ્રક્રિયા માંથી પસાર થવું પડતું. કારણકે બેન્કિંગ સાથે ટેકનોલોજીનો સમન્વય ન હતો. હવે બેન્કિંગ સાથે ટેકનોલોજી જોડાતા લોકો બેન્કિંગ સેવા પોતાના લેપટોપ, સ્માર્ટ ફોન જેવા આધુનિક ઉપકરણો અને ટેકનોલોજી આધારિત બેન્કિંગ સેવા આપતી કંપનીઓ દ્વારા બેન્કિંગ સેવાઓનો લાભ બેંક પર જયા વગર જ ગણતરીની મીનીટોમાં મેળવી શકે છે.  ટેકનોલોજી દ્વારા બેન્કિંગ સેવાની સુવિધા આપનાર કંપનીને ફિનટેક કંપની કહેવામાં આવે છે.  2016 થી શરું થયેલાં ફિનટેક ફેસ્ટીવલનું આ ત્રીજું વર્ષ છે.  આ ફિનટેક ફેસ્ટીવલમાં વિશ્વનાં દેશોની ફિનટેક કંપનીઓનાં પ્રદર્શન, પ્રતિસ્પર્ધા વગેરે યોજવામાં આવે છે. ફિનટેક ફેસ્ટીવલમાં 100 થી વધુ દેશોની ફિનટેક કંપનીઓ અને 30000 બધું લોકો ભાગ લઇ રહ્યાં છે.

 

સિંગાપોરનાં ફિનટેક ફેસ્ટીવલમાં PM મોદીએ કહ્યું, “ભારતની નવી આર્થિક નીતિથી 130 કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું”

ભારતની નવી આર્થિક નીતિથી 130  કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું

ફિનટેક ફેસ્ટીવલમાં ભાષણ આપતાં શરૂઆતમાં જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ વિશ્વના પ્રથમ નેતા છે જેમને ફિનટેક ફેસ્ટીવલમાં સંબોધન કરવાની તક મળી છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની નવી આર્થિક નીતિથી 130 કરોડ ભારતીયોનું જીવનધોરણ સુધર્યું છે.

આજે સરકાર ચલાવવાની રીત પણ બદલાઈ છે. 2014 માં જ્યારે અમારી સરકાર આવી ત્યારે અમે દરેક ભારતીયને ટેક્નોલોજી સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે અમે થોડા મહિનામાં જ કરોડો લોકોને બેન્ક સાથે જોડ્યા અને તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા. આજે અમારી પાસે 100 કરોડથી પણ વધુ લોકોની બાયોમેટ્રિક ઓળખ છે. જેને અમે આધાર કહીએ છીએ. ભારતમાં આજે નવી આર્થિક ક્રાન્તિ આવી રહી છે, અમારા દેશમાં 100 કરોડ કરતાં પણ વધુ લોકોના હાથમાં ફોન છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મદદથી જ અમે દેશના હજારો કરોડ રૂપિયા બચાવ્યા છે, જે પહેલા લીકેજમાં બરબાદ થતા હતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હવે 59 મીનીટમાં 1 કરોડ રૂપિયાની લોન મળી જાય છે. અમારે હજુ પણ કરોડો લોકોને બેંકીંગ વ્‍યવસ્‍થામાં સામેલ કરવાના છે. ભારતમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ સૌથી વધુ છે. ભારતનો ઘણો વિકાસ થયો છે પરંતુ હજુ પણ ઘણો બાકી છે. અમે વિકાસ અને ગરીબો માટે જ સરકારમાં આવ્‍યા છીએ. જનધન યોજનાથી દરેક વ્‍યકિત બેંક સાથે જોડાઈ. આધાર અને જનધનથી લોકોને ખૂબ ફાયદો થયો. અમે સામાન્‍ય જીંદગીને બદલવાવાળા છીએ. આયુષ્માન ભારતની યોજનાથી 50 કરોડ લોકોને મફતમાં મેડિકલ સુવિધા મળશે. મુદ્રા યોજનાના કારણે આજે કરોડો લોકોએ પોતાનો ખુદનો બિઝનેસ શરૂ કર્યો છે. અમે સૌથી વધુ લોન મહિલાઓને આપી છે. આજે તો ભારતમાં પોસ્ટઓફિસ પણ બેન્ક બની ગઈ છે. આ આર્થિક ક્રાન્તિની સૌથી મોટી નિશાની છે.  ભારતની આ નવી આર્થિક નીતિ ફિનટેક દ્વારા થતાં આ 6 ફાયદાઓને સ્પષ્ટ કરે છે, પહોચ, સમાવેશ, સંપર્ક, જીવન સુગમતા, અવસર અને જવાબદારી. હું તમામ ફીનટેક કંપનીઓ અને સ્‍ટાર્ટઅપ્‍સને કહેવા માગુ છું કે ભારતમાં તમારા માટે ઘણી તકો છે.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે ભારતમાં ફક્ત ફોન કે ઈન્ટરનેટની મદદથી જ નહીં, પરંતુ તેના વગર પણ ગરીબ વ્યક્તિ સરળતાથી બેન્ક ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આજે ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે. આ સાથે અમારા દેશમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ પણ મળે છે.

આ ફિનટેક ફાઈનાન્શિયલ ટેક્નોલોજી પરનો દુનિયાનો સૌથી મોટો કાર્યક્રમ છે. તેમાં ૩૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. અહીં પ્રધાનમંત્રી મોદીએ APIX  બેન્કિંગ સોફ્ટવેર પણ લોન્ચ કર્યો.  તેનાથી બેન્ક એકાઉન્ટ ન ધરાવતા વિશ્વનાં બે અબજ લોકોને જોડવામાં આવશે અને તેમના માટે એક નવું બેન્કિંગ સમાધાન શરૂ કરવામાં આવશે.