દેશ

સાંસદ બનવા માટે કોંગ્રેસમાં મહિલા નેતાઓને સામનો કરવો પડે છે કાસ્ટીંગ કાઉચનો!

214views

સરોજ ખાન દ્વારા બોલીવુડમાં થઈ રહેલ કાસ્ટીંગ કાઉચ ને યોગ્ય ગણાવતા વિવાદ સર્જાયો હતો અને હવે એ વિવાદમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રેણુકા ચૌધરી પણ કુદી પડયા છે.

કામ મેળવવા માટે બાંધવામાં આવતા શારરિક સંબંધ ને કાસ્ટીંગ કાઉચ કહેવામાં આવે છે. વર્ષોથી બોલીવુડમાં કાસ્ટીંગ કાઉચના નામે મહિલાઓનું શારરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સરોજ ખાને એમ કહ્યું હતું કે જો કાસ્ટીંગ કાઉચ દ્વારા કામ મળતું હોઈ તો એમાં શું ખોટું છે! આ નિવેદન બાદ ભારે હોબાળો મચ્યો હતો અને તે બાબતે પૂર્વ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી એ કહ્યું હતું કે સંસદમાં પણ કાસ્ટીંગ કાઉચ થાય છે અને હરેક ફિલ્ડમાં કાસ્ટીંગ કાઉચ થતું હોઈ છે.

રેણુકા ચૌધરીના આ બયાન પછી કોંગ્રેસ શરમમાં મુકાણી હતી કારણકે આ વાત ખુલ્લી પડતા લોકોએ કોંગ્રેસને આ બાબતે ખુબ મેણા માર્યા હતા.