દેશ

ફક્ત 1 વર્ષમાં જ ભારતે પાકિસ્તાનનાં 138 સૈનિકો માર્યા અને 155 ને ગંભીર રીતે ઘાયલ કર્યા

255views

ભારતીય સેના એ 2017 માં પાકિસ્તાનનાં 138 સૈનિકો માર્યા અને 155 ને ગંભીર રીતે ઘાયલ કર્યા. મુખ્યત્વે ભારત હમેશાં પાકિસ્તાન તરફ થી આવતા આંતકવાદીઓ ને નિશાનો બનાવે છે પરંતુ ભારતીય સેના હવે આંતકવાદીઓ ને ભારતમાં ઘુસેડવામાં મદદ કરતી પાકિસ્તાનની સેના ને પણ સબક સિખાડી રહી છે.

સર્જીકલ સ્ટ્રાઈક અને વેશ્વિક દબાણ બાદ પાકિસ્તાન ભારતની રણનીતિ થી ભયભીત છે માટે જ બોર્ડર પર સિઝફાયરમાં વધારો કરી રહી છે. કાશ્મીરમાં પણ સેનાનાં ઓપરેશન ઓલ આઉટ બાદ પાકિસ્તાન નું કાશ્મીર સપનું ચકનાચૂર થતું જણાઈ રહ્યું છે.

પાકિસ્તાન ભારતની રણનીતિ થી એટલી ચોંકી ગઈ છે કે નાક બચાવા માટે પાકિસ્તાનનાં સંસદમાં મૃત સૈનિકો ની સંખ્યા જણાવાની ના પાડી દીધી છે. ઈંટ નો જવાબ પથ્થર થી મળતા પાકિસ્તાન હવે બોખલાઈ ગયું છે અને સતત ભારત પર હુમલા કરવાના પ્રયત્નો કરી રહી છે.